ગુજરાત

જખૌ પાસેના દરિયામાંથી પાકિસ્તાની બોટ સાથે 7 માછીમારોની ધરપકડ

Text To Speech

ભુજઃ કચ્છના અતિસંવેદનશીલ વિસ્તાર એવા હરામીનાળામાં છેલ્લા 3 દિવસમાં 10 પાકિસ્તાની બોટ પકડાઈ છે. આ ઉપરાંત તેમાંથી 3 પાકિસ્તાની માછીમારોને પણ ઝડપી લેવાયા છે. જે બનાવમાં ઝડપાયેલા શખ્સો જેઆઇસીમાં ધકેલાયા છે તેવામાં હવે કોસ્ટગાર્ડની ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમામાં કાર્યવાહી કરીને પાકિસ્તાની બોટ સાથે 7 શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે બોટ અને શખ્સોને ઓખા બંદરે લઈ જવાની તજવીજ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત એન્ટી-ટેરરીસ્ટ સ્કવોડે (એટીએસ) દ્વારા અપાયેલી માહિતી મુજબ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે (આઇસીજી) અરિંજય પેટ્રોલિંગ જહાજની મદદથી અરબસાગરમાં ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની બોટ અને 7 શખ્સોને ઝડપી લીધા છે. આ બોટમાં સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી. જેથી અલ નોમાન નામની બોટ અને તેમાં સવાર 7 ખલાસીઓ સાથેની પાકિસ્તાની બોટને ભારતીય જળ સીમામાં આંતરીને કબ્જો મેળવ્યો હતો.

આ મામલે હાથ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પાકિસ્તાની માછીમારોની પૂછપરછ હાથ ધરવા માટે તેમને ઓખા બંદરે લઈ જવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ મામલે પૂછપરછમાં નવા ખુલાસા થવાની વકી સેવાઇ છે.

Back to top button