મોડી રાત્રે બિલીમોરાની આઈસ ફેકટરીમાં ગેસ લિકેજની ઘટના, 40 લોકો સારવરા હેઠળ


મોડી રાત્રે નવસારીના ગણદેવીમાં બિલીમોરા ખાતે ગેસ લીકેજની ઘટના બની જેના કારણે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયો હતો. જેમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 40થી વધારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પછી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માત, બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત
ઘટના અંગે માહિતી અનુસાર, બિલીમોરાના સરદાર માર્કેટ પાસે આવેલી આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની છે. હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના થતા તેની 40થી વધુ લોકોને અસર થઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આ ઘટના પર કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે. આ ઘટનાને કારણે અચાનક લોકોને કંઈક નવાજૂની થઈ હોવાનો અહેસાસ થતા નાસભાગ મચી જવા પામી હતી.
રુવારે રાત્રે 1 વાગ્યાના અરસામાં ગેસ લીકેજની ઘટના બની હતી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા ઘટનાની જાણ થઈ હતી. આ પછી ફાયર બ્રિગેડ, પોલીસ સહિત આરોગ્ય વિભાગની અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરુરી કાર્યવાહી કરીને ગેસ લીકેજને એટકાવીને જરુરી પગલા ભર્યા હતા. આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ દરમિયાન ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ પડવાના કારણે લીકેજનો બનાવ બન્યો હતો.
ગેસ લીકેજની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી, જોકે, એક વ્યક્તિને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની જરુરી પડી હતી. બનાવ બાદ ટીમો દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ગુનેગારોને દબોચવા પોલીસ મથકો માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધો મહત્ત્વનો નિર્ણય