કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજીનો શનિવારે હુકમ

Text To Speech

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેજમેંટ અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જેની સામે મોરબીની કોર્ટમાં ચાર્જસીટ પણ મુકાઈ ગયું છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપી પૈકીના સાત આરોપીઓ દ્વારા મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન મેળવવા માટે વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં બંને પક્ષના વકીલો દ્વારા ગુરૂવારે દલીલો કરવામાં આવી હતી અને હવે આગામી તા.4 ના રોજ હુકમ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે

Morbi Court
Morbi Court

ધરપકડ કરાયેલા આરોપીઓ કોણ ?

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ સંભાળતી એજન્સીના કુલ મળીને જયસુખભાઇ પટેલ સહિતના 10 આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાંથી નવ આરોપીઓને પહેલા પકડવામાં આવ્યા હતા તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (ઉ.વ.44), દિનેશભાઈ મહાસુખરાય દવે (ઉ.વ.41), મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.59), મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.વ.63), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.31), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.25), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.33) અને મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ.27) નો સમાવશે થાય છે.

અરજીમાં શું દલીલ કરવામાં આવી ?

મોરબીની કોર્ટમાં ચાર્જસીટ મુકાઈ ગયુ છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપીઓમાંથી સાત આરોપીઓ દ્વારા મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાંથી જામીન મેળવવા માટે થઈને તેના વકીલ મારફતે જામીન અરજી મુકવામાં આવી હતી જેથી કરીને સરકારી વકીલ એસ.કે.વોરા અને આરોપીઓના જુદા-જુદા વકીલો દ્વારા મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી જેમાં આરોપીઓના વકીલો દ્વારા પોતાની વ્યક્તિગત કોઈ જવાબદારી નથી તેવું કહેવામા આવી રહ્યું હતું ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે, આ ગુનામાં બધાની સરખી જ બેદરકારી છે એટલા જ માટે આ દુર્ઘટના બની છે તેવું કહેવામા આવ્યું હતુ જેથી બંને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ આગામી તા.4 ના રોજ કોર્ટ જમીન અરજી માટેનો હુકમ કરશે તેવો આદેશ કરવામાં આવેલ છે.

Back to top button