ગુજરાત

મહેસાણાઃ અપહ્યત થયેલા યુવકની અંબાજી નજીક કુવામાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી, પત્નીના પ્રેમ પ્રકરણે ભોગ લીધો હોવાની આશંકા

Text To Speech

રાજ્યમાં અપહરણ અને હત્યાના વધી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં થોડા દિવસ પહેલા એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જો કે, આ અંગે જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને લાશને કુવામાંથી બહાર કાઢવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શું બનાવ?
મહેસાણાના સિપોર ગામના મહેશજી ઠાકોર નામના યુવકનું પાંચ દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ યુવકની આજે અંબાજી નજીક કુવામાં કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જો કે, આ મામલે મૃતક યુવકની પત્નીને વિધર્મી ઇસમ સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વિધર્મી સાથે પત્નીનું પ્રેમ પ્રકરણ હોવાની આશંકા
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં પત્નીના પ્રેમીએ યુવકનું અપહરણ કરાવ્યું અને ત્યારબાદ સોપારી આપી હત્યા કરાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજીતરફ પોલીસ દ્વારા મૃતકની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન મૃતકની પત્ની દ્વારા યોગ્ય જવાબ ન આપતા પોલીસે આ હત્યા પાછળ પત્નીની પણ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે.

પત્નીની પૂછપરછ શરૂ
અંબાજી નજીક મહેશજી ઠાકોરની કોહવાયેલી હાલતમાં કૂવામાંથી લાશ મળી આવતા પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ મામલે લાશને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી હતી. ત્યારે પોલીસ દ્વારા મૃતકની પત્નીની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આરોપી ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

Back to top button