ટ્રાવેલ ડેસ્કઃ શું તમે જાણો છો, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું તુંગનાથ મંદિરના કેટલાક ચોંકાવનારા તથ્યો વિશે જાણીએ. ચાલે આજે તમને દુનિયાના સૌથી ઊઁચા શિખરે આવેલા શિવમંદિર વિશે વિગતે રસપ્રદ વાતો જાણીએ.
તુંગનાથ ભગવાન શિવને સમર્પિત વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંના એક તરીકે પ્રખ્યાત છે અને ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા પાંચ પંચકેદાર મંદિરોમાં પણ સામેલ છે. આ અદ્ભુત મંદિર 1000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.
આ મંદિર પાંડવ ભાઈઓમાંથી એક દ્વારા બનાવવામાં આવ્યું હતું.
આ મંદિર સમુદ્ર સપાટીથી 3680 મીટરની ઉંચાઈ પર આવેલું છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, પાંચ પાંડવમાંના એક અર્જુને તુંગનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
લોકો શિલાની પણ પૂજા કરે છે
એવું પણ કહેવાય છે કે મંદિરનો એક ભાગ પહાડોને અડીને આવેલો છે, જ્યાં પવિત્ર ઊભો કાળો ખડક જેને સ્વયંસિદ્ધ લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની લોકો પૂજા કરે છે.
અહીં શિવની ભુજાઓની પૂજા કરવામાં આવે છે
તમને જણાવી દઈએ કે આ તે જગ્યા છે જ્યાં ભગવાન શિવના હાથ બળદના રૂપમાં દેખાયા હતા, જેના પછી પાંડવોએ તુંગનાથ મંદિર બનાવ્યું હતું.
મંદિરના નામનો અર્થ
મંદિરનું નામ ‘તુંગ’ એટલે કે હાથ અને ભગવાન શિવના પ્રતિ ક તરીકે ‘નાથ’ પરથી પડ્યું છે.