ટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

WhatsAppએ કેમ Ban કર્યા 36 લાખ એકાઉન્ટ? ક્યાંક તમે તો નથી કરી રહ્યા ને આ ભુલ?

Text To Speech

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ ડિસેમ્બર 2022માં લાખો એકાઉન્ટ્સ ભારતમાં બેન કરી દીધા છે. એકાઉન્ટ્સ બેનની જાણકારી એપે જાતે આપી છે. વોટ્સએપ દર મહિને કંપનીની પોલિસીનું ઉલ્લંઘન, યુઝર્સનો રિપોર્ટ અને અન્ય કારણોસર એકાઉન્ટ્સ બેન કરે છે. ડિસેમ્બરમાં બેન થયેલા એકાઉન્ટ્સની સંખ્યા નવેમ્બરની સરખામણીમાં થોડી ઓછી છે.

WhatsAppએ કેમ Ban કર્યા 36 લાખ એકાઉન્ટ? ક્યાંક તમે તો નથી કરી રહ્યા ને આ ભુલ? hum dekhenge news

નવેમ્બર મહિનામાં એપે 37.16 લાખ એકાઉન્ટ્સ બેન કર્યા હતા. તેની સરખામણીમાં આ મહિને એકાઉન્ટ્સની સંખ્યા ઘટીને 36.77 લાખ થઇ ગઇ હતી. તેમાં 13.89 લાખ એકાઉન્ટ્સને એક્ટિવલી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. WhatsApp દર મહિને આઇટી રુલ્સ 2021 હેઠળ બેન કરેલા એકાઉન્ટ્સની જાણકારી આપે છે.

WhatsAppએ કેમ Ban કર્યા 36 લાખ એકાઉન્ટ? ક્યાંક તમે તો નથી કરી રહ્યા ને આ ભુલ?  hum dekhenge news

આ ભૂલો કરવા પર બેન થઈ જશે એકાઉન્ટ

WhastApp એકાઉન્ટ બેન થવાનું સૌથી મોટુ કારણ સ્પેમ મેસેજીંગ સાથે જોડાયેલું છે. એટલે કે જો તમે કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ સ્પેમ મેસેજ મોકલવા અને કોઇને પરેશાન કરવા માટે કરો છો તો એકાઉન્ટ બેન થઈ શકે છે. આ પ્રકારની કોઈ પણ ધાર્મિક, જાતિ, હિંસા ભડકાવતી અથવા અફવા વધારનાર સામગ્રી પ્લેફોર્મ પર શેર કરવી પણ એકાઉન્ટ બેન માટેનું કારણ બની શકે છે. મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ હેટ સ્પીચ, ખોટી જાણકારી અને ફેક ન્યુઝ ફેલાવવામાં ઘણી વખત થયો છે. આ પ્રકારની સ્થિતિ સામે લડવા માટે આ પ્લેટફોર્મ્સે દર મહિને કમ્પ્લાયન્સ રિપોર્ટ જારી કરવાનો હોય છે.

WhatsAppએ કેમ Ban કર્યા 36 લાખ એકાઉન્ટ? ક્યાંક તમે તો નથી કરી રહ્યા ને આ ભુલ? hum dekhenge news

વોટ્સએપે જણાવ્યુ કે ડિસેમ્બર મહિનામાં યુઝર્સની અપીલમાં ખુબ જ વધારો થયો છે. નવેમ્બર મહિનામાં 946 ફરિયાદો આવી હતી. ડિસેમ્બરમાં આ સંખ્યા વધીને 1459 થઇ ગઇ છે. તેમાંથી વોટ્સએપે 164 એકાઉન્ટ્સ વિરુદ્ધ એક્શન લીધા છે.

કેવી રીતે કરશો રિપોર્ટ?

કોઇ એકાઉન્ટનો રિપોર્ટ કરવા માટે તમારે વોટ્સએપ સેટિંગમાં જવું પડશે. ત્યાં જઇને તમારે હેલ્પ પર ક્લીક કરવી પડશે અને પછી Contact Us પર જવું પડશે.

આ પણ વાંચોઃ કરણ જોહર મણિરત્નમની ફિલ્મથી ડરે છે! ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝ ડેટ બદલાવી નાખી

Back to top button