દક્ષિણ ગુજરાત

સુરત : ઈ-સિગારેટનો મોટો જથ્થો પકડી પાડતી DRI ની ટીમ

Text To Speech

DRI ના અધિકારીઓએ સુરતના પલસાણા ચોકડી પર અમદાવાદથી મુંબઈ જતું એક ટ્રેલર અટકાવી 14 અલગ-અલગ ફ્લેવરની 20 કરોડની કિંમતની 85,600 ઈ-સિગરેટ જપ્ત કરી સુરતના એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે : યુવરાજસિંહ જાડેજા
ઈ-સિગારેટ - Humdekhengenewsઅડાજણ વિસ્તારમાં દરોડા પાડીને SOGની ટીમે 17 લાખની કિંમતની ઈ-સિગારેટ અને અન્ય ઉત્પાદનો સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેમાંથી એક આરોપી ટેટૂની દુકાનમાં ઈ-સિગારેટ વેચતો ઝડપાયો હતો. પોલીસે ગુજરાત ગેસ સર્કલ પાસે મેક્સ ટેટૂઝ અને પિયર્સિંગ પર દરોડો પાડ્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી સાથે રૂ. 15 લાખની કિંમતની ઈ-સિગારેટ સહિત અન્ય સામાન જપ્ત કર્યો હતો. આરોપીના સંપર્કમાં સૌથી વધુ યુવા વિદ્યાર્થીઓ હતા જે તેના મુખ્ય ગ્રાહકો હતા.

આ પણ વાંચો : પાલનપુર: ડીસાના ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ મામલે દૂધ મંડળી અને સખી મંડળ સામે ફરિયાદ
ઈ-સિગારેટ - HumdekhengenewsDRI ના અમદાવાદ ઝોનલ યુનિટની ટીમે રવિવારે સુરત નજીક રૂ. 20 કરોડની કિંમતની ઈ-સિગરેટ જપ્ત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ટ્રક વિદેશી બનાવટની ઈ-સિગરેટના કાર્ટૂન લઈને મુંદ્રાથી મુંબઈ થઈને સુરત તરફ જઈ રહી હતી, ડીઆરઆઈની ટીમે સુરત નજીક કન્ટેનર ભરેલી ટ્રકને અટકાવી હતી અને તેને તપાસ માટે આઈસીડી સચિન ખાતે લઈ ગઈ હતી. તેની વધુ તપાસ કરતાં મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

Back to top button