ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા કોલેજે યુનિવર્સિટી કક્ષાની સેપક ટકરાવ રમતમાં જીત્યો સિલ્વર મેડલ

Text To Speech

ડીસા કોલેજે યુનિવર્સિટી કક્ષાની સેપક ટકરાવ રમતમાં જીત્યો સિલ્વર મેડલ

પાલનપુર: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ડીસા કોલેજ અનેક રમતોમાં ચેમ્પયનશિપ મેળવે છે.એમ આ વર્ષે આંતર કોલેજ સેપક ટકરાવ રમત પાટણ ખાતે યોજાઇ જેમાં ડીસા કોલેજની ખેલાડી પટેલ ભૂમિ, પુરોહિત ઉર્વશી, અને કચ્છવા ખુશ્બુ એ ભાગ લીધો હતો. આ રમતમાં રેગુ અને કવાડ એમ બે પ્રકારની ઇવેન્ટો હોય છે. ડીસા કોલેજની ખેલાડીઓએ રેગુ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી સિલ્વર મેડલ મેળવી કોલેજને ગૌરવ અપાવેલ છે. સિલ્વર મેડાલિસ્ટ આ તમામ બહેનો અને તેમના કોચ પ્રોફેસર ડૉ.આર. ડી. ચૌધરીને સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંસ્થા પરિવારએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો :પાલનપુર: અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને ઉત્સાહ, 5000 મહિલાઓએ હાથમાં મહેંદી મુકી

Back to top button