પાલનપુર: બનાસકાંઠામાં ગેરકાયદેસર માંસની દુકાનો સામે કાર્યવાહી
પાલનપુર: ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના અને માંસ મટન ની દુકાનો ધમધમી રહી હોવાની ડીસાના વકીલે હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. જેના પગલે હાઇકોર્ટે તંત્ર નો ઉધડો લીધો. અને કાર્યવાહી કરવા આદેશ કરતા બનાસકાંઠા સહિત રાજ્યમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પણ કાર્યવાહી કરવા આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસા જીવદયા કાર્યકર અને વકીલ ધર્મેન્દ્ર ફોફાની દ્વારા હાઈકોર્ટ માં 2021 માં એક પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય માં ગેરકાયદેસર કતલખાના અને માંસ -મટન ની દુકાનો ચાલી રહી હોવાનું જણાવીને દાદ માગી હતી. જેમાં કોર્ટે તંત્રને અગાઉ 36 કલાકમાં કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં પગલાં લેવાની શરૂઆત થઈ હતી.
ફુડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાની ઉઠી હતી ફરીયાદો
જ્યારે બનાસકાંઠામાં પણ કેટલાક માંસની દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા રજીસ્ટ્રેશન વગર વેપાર કરતા હતા.તેમજ કેટલાક વેપારીઓ રજીસ્ટ્રેશન કરાવેલુ હતુ.પરંતુ ફુડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી.
બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ટીમો બનાવી કરી દંડાત્મક કાર્યવાહી
જેના પગલે બનાસકાંઠા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી માંસની દુકાનો પર ઓચિંતુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં 97 દુકાનોના વેપારીઓમાંથી કેટલાક રજીસ્ટ્રેશન વગર વેપાર કરતા મળી આવ્યા હતા.તેમજ કેટલાક ફુડ સેફ્ટીના નિયમોનું ભંગ કરતા જણાઇ આવ્યા હતા.જેથી તમામ વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.જેના પગલે અન્ય રજીસ્ટ્રેશન વગર માંસની દુકાન ચલાવતા અને ફુડ સેફ્ટીનો ભંગ કરતા વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.
આ પણ વાંચો :ભાજપે મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે યાદી જાહેર કરી, 60 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા