ગુજરાત

કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈ ગુજરાતનું બજેટ બનશે : ભૂપેન્દ્ર પટેલ

Text To Speech

ગુજરાતના મુખ્યમંત્રીએ ગઈકાલે રજૂ થયેલા બજેટને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે બજેટને ભારતને આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવે તેવું ગણાવ્યું હતું. તેમણે કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈ ગુજરાત રાજ્યનું બજેટ બનાવશે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો : અનાજ કૌભાંડમાં આપ નેતાના પત્ની દોષી, 5 વર્ષની કેદ અને 29 હજારનો દંડ
બજેટ - Humdekhengenews વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિશ્વનેતા નરેન્દ્રભાઈન નેતૃત્વમાં નાણામંત્રી બજેટ રજૂ કર્યું છે અને ભારતને વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવે તેવું બજેટ છે. દરેક વર્ગના સર્વાંગી વિકાસ થાય તેવું આ બજેટ છે. બજેટમાં 3 મુખ્ય પેઅનુબાજેટમાં પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આર્થિક ગતિને વેગ આપનારું બજેટ છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના સંતુલિત વિકાસ વાળું બજેટ છે.

ભૂપેન્દ્રભાઈએ બજેટ વિશે વધુ વાત કરતાં કહ્યું હતું કે ભારત વિશ્વના અર્થતંત્રમાં 5 મુ સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય બજેટમાં ગુજરતને પણ સારો ફાયદો થયો છે. ગિફ્ટ સિટી, સહકારી ક્ષેત્રને આ બજેટ થી ઘણો ફાયદો મળશે. આ બજેટ ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જનારું બજેટ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ 66 ટકાનો વધારો કરાયો છે. કૃષિ, મત્સ્ય ઉદ્યોગને પણ આ બજેટ થી ઘણો ફાયદો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : પોલીસ જ પોલીસની જાસૂસ, કયા સુધી ચાલશે આ સિલસિલો!
બજેટ - Humdekhengenewsગુજરાતના આગામી બજેટ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે ત્યારે ગુજરતનું બજેટ પણ કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવશે અને કેન્દ્રીય બજેટની છાંટ ગુજરાતના બજેટમાં જોવા મળશે.

Back to top button