ધર્મનેશનલ

જનકપુરથી આવેલી દેવશીલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળી, જાણો શું છે તેનું મહત્વ અને પવિત્રતા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમા ચાલી રહ્યું છે. ત્યારે નેપાળની કાલી ગંડકી નદીમાંથી મળી આવેલા છ કરોડ વર્ષ જૂના બે શાલિગ્રામ પથ્થરોને અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિરમાં લાવવામાં આવ્યા છે. આ ખડકો નેપાળથી ટ્રક દ્વારા અયોધ્યા લાવવામાં આવી રહ્યા હતા ત્યારે આ દેવશીલા જ્યાંથી પણ પસાર થતી હતી ત્યા દર્શન કરવા માટે ભક્તો આવી જતા હતા અને તેનું સ્વાગત કરતા હતા. ભક્તોમાં તેને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસ્તામાં ભક્તોએ ભગવાન રામની જેમ તેમની પૂજા કરી હતી. આજે નેપાળથી ભારત લવાયેલી દેવશીલા આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી છે.

દેવશીલા-humdekhengenews

દેવશિલા આજે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવામા આવી

નેપાળથી લાવવામાં આવેલ આ શાલીગ્રામની શીલાઓ અયોધ્યા પહોંચી ગઈ છે. આજે આ બંને પથ્થરોને અયોધ્યા મંદિરને સોંપવામાં આવ્યા છે. આ પથ્થરો સાથે નેપાળના જનકપુના મેયર મનેજ કુમાર શાહ અને નેપાળના પૂર્વ ગૃહમંત્રી વિમલેન્દ્ર નિધિ પણ હાલ અયોધ્યા પહોંચી ગયા છે. આ શીલા નેપાળમાં જનકપુર (નેપાળ ગંડકી નદી) થઈને બિહાર થઈને અયોધ્યા પહોંચી છે. આ શિલાઓના દર્શન કરવા માટે ભક્તો રાતથી જ ઉમટી રહ્યા છે. દૂર-દૂરથી ઋષિ-મુનિઓ પણ શિલાઓના દર્શન કરવા આવી રહ્યા છે.

દેવશીલા-humdekhengenews

જાણો  શું છે તેની ખાસિયત ? 

નેપાળના મુસ્તાંગ જિલ્લામાં ગંડકી નદીમાંથી મળેલા પથ્થરો છ લાખ વર્ષ જૂના ખડકના ટુકડા છે. અને ગંડકીના પથ્થરને શાલિગ્રામ કહેવામાં આવે છે, જેને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે કાલી ગંડકી નેપાળથી બિહાર આવે છે ત્યારે તેને નારાયણી કહેવામાં આવે છે. આમ પથ્થરોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને જોતા તેને શ્રીરામ જન્મભૂમિમા લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામની શ્યામલ મૂર્તિ (અયોધ્યા રામ મંદિર) નેપાળની આ નદીમાં મળેલા શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવી હતી.અને મર્યાદપુરુષોત્તમ ભગવાન રામનો અવતાર છે. તેથી શાલિગ્રામ પથ્થરમાંથી ભગવાન રામની મૂર્તિ બનાવવાની પરંપરા છે. અને તેની ખાસ વાત એ છે કે આ પથ્થર લગભગ 60 મિલિયન વર્ષ જૂનો છે.

દેવશીલા-humdekhengenews

આ પથ્થરનું વજન કેટલું છે?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના કાર્યાલય પ્રભારીના જણાવ્યા મુજબ, આ ખડકો નેપાળથી ટ્રક દ્વારા અયોધ્યા લાવવામાં આવી રહ્યા છે. આ એક પથ્થરનું વજન 26 ટન અને બીજાનું વજન 14 ટન છે.

આ પણ વાંચો : હજી ક્યાં સુધી રહેશે ઠંડી અને કેવો રહેશે રાજ્યમાં ઉનાળો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

Back to top button