બજેટ-2023બિઝનેસ

શું માર્કેટને બજેટ પસંદ ન આવ્યું કે પછી અદાણીના શેર રહ્યા બજારને નીચે લાવવા માટે કારણભૂત ?

હિંડેનબર્ગ રિસર્ચ દ્વારા છેતરપિંડીના આરોપ પછી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નાણાંકીય તપાસ વધી રહી હોવાનો સંકેત મળી રહ્યા છે. જેના કારણે ભારતીય બજાર જે બજેટની જાહેરાત પછી એક સમયે 1100 અંક સુધી વધી ગયું હતું તેમાં ઘટાડો જોવા મળ્યો અને માર્કેટ બંધ થવાના સમયે સેન્સેક્સ સરકીને 60000 પોઇન્ટની અંદર જતો રહ્યો હતો અને 59,708.08 પર +158.18 માત્ર વધીને બંધ થયો તો નીફ્ટી 17,616.30 ની સપાટી પહોંચી ગયો છે જેમાં 45.85નો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : GCCI : લાંબા ગાળાની વૃદ્ધિ પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરતું કેન્દ્રીય બજેટ 2023-24

આ તરફ અદાણી ગ્રુપના તમામ શેરમાં કડાકો બોલ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ 25 ટકા, અદાણી પોર્ટ્સ 20 ટકા તૂટ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની ક્રેડિટ સુઇસે તેના ખાનગી બેન્કિંગ ક્લાયન્ટ્સને માર્જિન લોન માટે કોલેટરલ તરીકે અદાણી જૂથના બોન્ડ્સ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. જેનાથી પણ બજારમાં પ્રેસર જોવા મળ્યું છે. સ્વિસ ધિરાણકર્તાની ખાનગી બેંકિંગ શાખાએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ દ્વારા વેચાયેલી માટે શૂન્ય ધિરાણ મૂલ્ય સોંપ્યું છે.

Adani group share

બજેટમાં સરકારે લઘુત્તમ ટેક્સ રિબેટ મર્યાદા વધાર્યા પછી અને ખર્ચમાં વધારો કર્યા પછી બુધવારે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક તબક્કે 1200 થી વધુ અંક ઉછળ્યો હતો, પરંતુ પાછળથી આ સુધારો જોવા મળ્યો છે. સરકારે આગામી નાણાકીય વર્ષ માટે 15.43 ટ્રિલિયન રૂપિયાના ગ્રોસ બોરોઇંગ અને 11.80 ટ્રિલિયન રૂપિયાના ચોખ્ખા ઋણની જાહેરાત કર્યા પછી ભારતીય બોન્ડ યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Budget 2023: બજેટ તૈયાર કરી રહેલા નાણામંત્રીના 6 મહારથીઓ કોણ ? જાણો

નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર 2023/24માં લાંબા ગાળાના મૂડી ખર્ચ પર 10 ટ્રિલિયન રૂપિયા ($122.3 બિલિયન) ખર્ચ કરશે, કોવિડ કટોકટી પછી વૃદ્ધિને પુનર્જીવિત કરવા માટે અપનાવવામાં આવેલી વ્યૂહરચનાનો વિસ્તાર કરશે. જેના કારણે ભારતીય રૂપિયામાં 11 બેસિસ પોઈન્ટ્સ જેટલું ઘટ્યું હતું, જ્યારે ભારતીય રૂપિયો ડોલર સામે થોડો વધ્યો હતો.

Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટથી ડુબતા અદાણીની મદદે કયા મિત્રો આવ્યા? સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા

આ દરમિયાન, બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડીને $84.3 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક ભારતીય બન્યા, ફોર્બ્સની 2023ની રીઅલ-ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર મુકેશ અંબાણી 10મા અને ગૌતમ અદાણી 11મા ક્રમે છે.

Back to top button