અનાજ વિતરણ વધુ પારદર્શક બનાવવા માટે તમામ ગોડાઉનમાં CCTV લગાવાશે
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તમામ ગોડાઉનમાં હવે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. જેના ભાગરૂપે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત સરકારી ગોડાઉનમાં રૂ. 96.14 કરોડના ખર્ચે કુલ 5953 કેમેરા લગાવવામાં આવશે. તેમજ નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરાશે.
CCTV પ્રોજેક્ટના અમલીકરણ પ્રક્રિયા હાથ ધરાઈ
જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં વધુ પારદર્શિતા લાવવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે હાઇ ક્વોલીટી વિઝન CCTV કેમેરા નેટવર્ક સ્થાપવા આવશે. તદઉપરાંત નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. આ CCTV પ્રોજેક્ટના અમલીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.
આ પણ વાંચો:કેન્દ્રીય બજેટ-2023 : ઉદ્યોગો માટે કરવામાં આવી જાહેરાત, હવે ક્યા પ્રકારના લાભ મળશે?
મંત્રીએ આ સંદર્ભે માહિતી આપતા કહ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ગોડાઉનો ખાતે સીસીટીવી કેમેરા લગાવવા માટે કુલ રૂ. 96.14 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નિગમના તમામ ગોડાઉનો મળી કુલ 5953 કેમેરા લગાવવામાં આવનાર છે.
હાઈ ડેફીનેશન કેમેરાથી રાખશે નજર
ગોડાઉન ખાતે થઈ રહેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે પ્રકારે આ કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. આઉટ ડોર ગતિવિધિઓ પર નજર રાખવા Bullet કેમેરા, ઇન ડોર ગતિવિધિઓ પર નજર રાખવા Dom કેમેરા, રાત્રીના સમયમાં પણ ગોડાઉનનું મોનીટરીંગ થઇ શકે તે માટે PTZ કેમેરા અને વાહનોની નંબર પ્લેટને આધારે કેમેરા થકી વાહન માલિક સુધી પહોંચી શકાય તેવા ANPR (ઓટોમેટીક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન) કેમેરા આ ગોડાઉનોમાં લગાડવામાં આવશે.
આ પણ વાંચો:કેન્દ્રીય બજેટ-2023 : ઉદ્યોગો માટે કરવામાં આવી જાહેરાત, હવે ક્યા પ્રકારના લાભ મળશે?
મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, ગોડાઉન ખાતે લગાવવામાં આવનાર આ કેમેરાના મોનીટરીંગ માટે ગોડાઉન ખાતે, નાયબ જિલ્લા મેનેજર(ગ્રેડ-2)ની કચેરી ખાતે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તેમજ જિલ્લા મેનેજરશ્રી(ગ્રેડ-1)ની કચેરી ખાતે વિડિયો વોલનું સેટઅપ પણ કરવામાં આવનાર છે. ગોડાઉન ખાતેની વિડીયો વોલની મદદથી ગોડાઉન કેમ્પસમાં રહેલા જુદા જુદા બિલ્ડીંગ ખાતે થઈ રહેલી કામગીરીનું એક સ્થાને રહી ગોડાઉન મેનેજર લાઈવ મોનીટરીંગ કરી શકશે. તેવી જ રીતે નાયબ જિલ્લા મેનેજર(ગ્રેડ-2)ની કચેરી ખાતે બનવા જઈ રહેલી વિડિયો વોલની મદદથી તેઓના જિલ્લાના તમામ ગોડાઉનો ખાતે થઈ રહેલી ગતિવિધિઓ પર સઘન મોનીટરીંગ કરી શકશે. વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી તેમજ જિલ્લા મેનેજરશ્રી(ગ્રેડ-1)ની કચેરી ખાતે વિડિયો વોલના મોનીટરીંગ માટે માનવબળ પણ પુરૂ પાડવામાં આવશે. હવે મોનીટરીંગ સમયે કોઈ શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવે તો પ્રોએક્ટિવલી ભાગ લઈ સમયસર પગલા લઈ શકાશે.
આ પણ વાંચો:કેન્દ્રીય બજેટ-2023 : નાણામંત્રીએ યુવાનોને રોજગારી સહિત આ ભેટ આપી