ટ્રેન્ડિંગબિઝનેસ

Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટથી ડુબતા અદાણીની મદદે કયા મિત્રો આવ્યા? સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા

હિંડનબર્ગના રિપોર્ટ વિવાદને કારણે અદાણી ગ્રૂપના શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $74 બિલિયન થઈ ગઈ છે. અમેરિકન રિસર્ચ ફર્મના નેગેટિવ રિપોર્ટને કારણે શરુઆતમાં અદાણી એન્ટરપ્રાઇઝ FPO સબ્સ્ક્રિપ્શન્સમાં શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ 31 જાન્યુઆરીએ છેલ્લા દિવસે તેમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા દિવસે ગૌતમ અદાણીની કંપનીના FPOમાં અદ્ભુત રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને FPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.

Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટથી ડુબતા અદાણીની મદદે કયા મિત્રો આવ્યા? સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા hum dekhenge news

મિત્રોએ ડુબતી નૈયા પાર લગાવી

અદાણી એન્ટરપ્રાઇઝનો FPO મંગળવારે આખો સબસ્ક્રાઇબ થઇ ગયો હતો. શેરબજારના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા દિવસે નોન-ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) દ્વારા રૂ. 20,000 કરોડનો FPO સબસ્ક્રાઇબ થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝે બિડ માટે 4.55 કરોડ શેર મૂક્યા હતા, જેની સામે 4.62 કરોડ શેર સબસ્ક્રાઇબ થયા હતા. હિંડનબર્ગના રિપોર્ટના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા અદાણી જૂથ માટે તેમના મિત્રો આગળ આવ્યા હોવાની ગરમાગરમ ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.

આ માટે તેમના ગુજરાત અને દિલ્હીના કેટલાક જાણીતા ઉદ્યોગપતિ મિત્રોનો તેમને સાથ મળ્યો હતો. એટલે જ અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે એફપીઓ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો.

Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટથી ડુબતા અદાણીની મદદે કયા મિત્રો આવ્યા? સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા hum dekhenge news

ચર્ચા મુજબ અદાણીના મિત્ર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, સજ્જન જિંદાલ, સુનીલ મિત્તલ, સુધીર મહેતા, પંકજ પટેલ જેવા ઉદ્યોગપતિઓ મુશ્કેલ સમયમાં આગળ આવ્યા હતા. સોશિયલ મીડિયામાં આ અંગેના કેટલાક સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે. અબુ ધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ અદાણીના FPOમાં રૂ. 3,200 કરોડનું રોકાણ કર્યું છે. આ કંપનીએ અદાણીના એફપીઓમાં બિડિંગ કરીને ઘણો વિશ્વાસ દર્શાવ્યો છે. IHCએ અગાઉ પણ અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું હતુ. ગયા વર્ષે કંપનીએ અદાણી ગ્રીનમાં રોકાણ કર્યું હતું.

Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટથી ડુબતા અદાણીની મદદે કયા મિત્રો આવ્યા? સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા hum dekhenge news

છેલ્લા દિવસે લાજ બચી ગઇ

મોટાભાગના નોન-ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII)એ અદાણી એન્ટરપ્રાઇઝના FPOમાં રસ દર્શાવ્યો હતો. આ નોન-રિટેલ રોકાણકારોએ 3.13 કરોડ શેર્સ માટે બિડ કરી અને અદાણીને મુશ્કેલ સમયમાં બચાવી લીધા હતા. અદાણી એન્ટરપ્રાઇઝનો એફપીઓ 27 જાન્યુઆરીએ આવ્યો હતો. મોટાભાગના દિવસોમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યુ હતુ. બીજા દિવસે એટલે કે 30 જાન્યુઆરીએ માત્ર 3 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. છેલ્લા દિવસે નોન-ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) અદાણીની ડૂબતી નૈયા પાર કરી હતી.

આ પણ વાંચોઃ GCCI : લાંબા ગાળાની વૃદ્ધિ પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરતું કેન્દ્રીય બજેટ 2023-24

Back to top button