ઉત્તર ગુજરાતગુજરાત

યુવા સમાજનો કર્ણધાર : ઉદય કિશોર મિશ્રા

Text To Speech

પાલનપુર: જન સમાજમાં માનવીય સદગુણોની જાગૃતિ અને જન સેવાની પ્રવૃતિઓ માટે અથાગ પ્રયત્નશીલ છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર. જેની સ્થાપનાને પાંચમુ વર્ષ ચાલી રહેલ છે. ત્યારે 31 જાન્યુઆરી,મંગળવારે ગાયત્રી પરિવારની માતૃસંસ્થા શાન્તિકુંજ હરિદ્વારથી જેઓ સમગ્ર ગુજરાતભરમાં ગાયત્રી પરિવારની તમામ ગતિવિધિઓની જવાબદારી વહન કરી રહેલ છે એવા ગુજરાત ઝોન સમન્વયક ઉદય કિશોર મિશ્રા એક વિશેષ ટીમમાં તારાચંદ પવાર, કિર્તનભાઈ દેસાઈ સાથે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પધાર્યા છે.

યુગ તીર્થ, શાંતિકુંજ હરિદ્વારથી પ્રતિનિધિઓની વિશેષ ટીમ મોડાસામાં

યુવા સમાજ-humdekhengenews

ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ તથા મંત્રી કાન્તિભાઈ ચૌહાણે તિલક ફુલમાલાથી આ ટીમના સદસ્યોનું સ્વાગત કર્યું. ઉદય કિશોર મિશ્રાજીના હસ્તે આરતી પૂજાથી શુભારંભ થયો. ઉપસ્થિત સૌને સંબોધન કરતા તેઓએ કહ્યું પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના માનવમાત્રમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણના સ્વપ્નને સાકાર કરવા મોડાસા ક્ષેત્ર માટે આ ગાયત્રી ચેતના કેન્દ્ર ખૂબ જ ઉત્સાહભેર સરાહનીય પ્રયાસ કરી રહેલ છે. સાથે સાથે આ પાંચમું વર્ષ શક્તિ સાધના વર્ષ ઘોષિત કરી દરરોજ બે કલાક સાધના ક્રમ એ વિશેષ આધ્યાત્મિક ઉર્જા વિકાસ માટે ખૂબ જ જરુરી છે. એમાં વધુમાં વધુ જન સંખ્યાને જોડવામાં આવે.

યુવા સમાજ-humdekhengenews

જીપીવાયજી- મોડાસાની ટીમના યુવાનો સાથે પણ તેઓએ ચિંતન મંથન બેઠક કરી. આ ટીમના 83 અઠવાડિયાથી ચાલી રહેલ મારું ઘર- મારું વૃક્ષ આંદોલન સમગ્ર જન સમાજ માટે પર્યાવરણ બચાવ હેતુ અસરકારક હોઈ વધુ વેગવાન બનાવવા શુભકામનાઓ પાઠવી. યુવા જ જન સમાજને ઉપયોગી ઉત્સાહભેર વિશેષ કાર્યો કરવા સમર્થ હોય છે. યુવા એ સમાજનો કર્ણધાર છે. સાથે તારાચંદ પવારે આ યુવાનોના માનવસેવાના કાર્યો ઉત્સાહથી કરવા બદલ સમગ્ર ટીમના સંગઠનને ધન્યવાદ આપ્યા. સાથે કિર્તનભાઈ દેસાઈ એ આ યુવાનોને સાચી દિશાધારા માટે સત્સાહિત્યના ચિંતન મંથન માટે મોડાસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિશેષ યોજના ચલાવવા માર્ગદર્શન આપ્યું.

આ પણ વાંચો :પાનકાર્ડ : કેમ અચાનક મહત્વ આપવામાં આવ્યું ? શું છે તેની આત્મકથા !

Back to top button