કલેક્ટર રચિત રાજનો સ્વાસ્થ્ય જાગૃતિ માટે નવતર અભિગમ
ખુરશી પર સતત બેસી રહેવું ઘણી વાર સ્વાસ્થ્ય સંબંધિત અનેક બિમારીઓ તરફ દોરી જાય છે. ખાસ કરીને સરકારી કચેરીઓમાં અધિકારી-કર્મચારીઓને સતત ખુરશી પર સતત બેસીને કામગીરી કરવાની રહેતી હોય છે. ત્યારે કલેક્ટર રચિત રાજે સ્વાસ્થ્ય સંબંધિ જાગૃતિ ફેલાવવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં બે વર્ષ બાદ આજે T-20 યોજાશે, સ્ટેડિયમમાં બપોરથી મળશે પ્રવેશ
કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રચિત રાજના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અધિકારીઓએ ખુરશી પર બેસ્યાં વગર જૂનાગઢ જિલ્લામાં પ્રથમવાર સ્ટેન્ડિંગ મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓએ સ્વાસ્થ્ય સંબંધિ જાગૃતિ માટેના કલેક્ટરના નવતર પ્રયોગને આવકાર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ ટ્રાફિક પોલીસે લોન્ચ કરી આ એપ્લિકેશન, જે ટ્રાફિકમાં બચાવશે તમારો સમય
ઉલ્લેખનીય છે કે, વધારે પડતા સમય સુધી બેસીને કામ કરવાથી ફેફસાં અને શરીરના અન્ય અંગોમાં લોહીનુ પરિભ્રમણ ઓછુ થઈ જાય છે. જેની હ્રદય પર પણ અસર પડે છે. આમ, ઉભા રહેવાની સાથે કામ કરવામાં આવે તો ઘણી બિમારીઓથી બચી શકાય છે. મહત્વનું છે કે, દેશની કોઈ પણ કલેક્ટર કચેરીમાં આ પ્રકારનો પ્રયોગ થયો નથી.