નેશનલ

બજેટની ગણતરીની મિનિટો પહેલા ગેસ કંપનીએ જાહેર કર્યા રાંધણ ગેસના નવા ભાવ, જાણો શું ફેરફાર કરાયા

Text To Speech

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના જઈ રહ્યા છે. જેના પર સૌ કોઈની નજર રહેલી છે. આ બજેટને લઈને મધ્યમ વર્ગ, ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકો બજેટમાં આશા રાખીને બેસી રહ્યા છે કે આ બજેટ મોંધવારીથી રાહત આપનારુ હશે. ત્યારે આ બજેટ મોંધવારીથી રાહત આપશે કે નહી તે હવે થોડા જ સમયમાં ખબર પડી જશે.

ગેસ વિતરણ કંપનીઓએ નવા ભાવની કરી જાહેરાત

આજે બજેટ રજૂ કરતા પહેલા જ દેશની સરકારી ગેસ વિતરણ કંપનીઓએ નવા ભાવની જાહેરાત કરી દીધી છે. દેશની સરકારી ગેસ વિતરણ કંપનીઓએ આજે નવા ભાવની જાહેરાત કરી છે. ત્યારે દેશની સૌથી મોટી ગેસ કંપની ઈન્ડેને આજે ગેસના તાજા ભાવનું લિસ્ટ બહાર પાડ્યું છે. ગત વર્ષે બજેટના દિવસે ગેસ કંપનીઓએ LPG ની કિંમતોમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારે આ વખતે ગેસના ભાવમાં કોઈ વધારો નહી કરીને લોકોને રાહત આપી છે.

ગેસ સિલેન્ડર ભાવ-HUMDEKHENGENEWSW

હાલ ફેરફાર કરવામાં આવ્યો નથી

મહત્વનું છે કે ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી અને 16 તારીખે ગેસની કિંમતો અપડેટ કરે છે. જે અંતર્ગત આજે ઈન્ડિન કંપની દ્વારા ગેસના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મુજબ ઘરેલુ અને કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં હાલ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિન કંપની દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 1053 રૂપિયા જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1769 રૂપિયા છે.

આ પણ વાંચો : Live : કેન્દ્રીય બજેટ-2023 : નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન રવાના, 11 વાગ્યે સંસદમાં રજુ કરશે દેશનું બજેટ

Back to top button