ગુજરાત

ગુજરાત: હોસ્પિટલ બહાર જ પ્રસૂતિ થતા વિવાદ, જાણો કેવા પડ્યા પડઘા

Text To Speech

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ બહાર જ પ્રસૂતિ થતા પૂર્વ HC જજના વડપણ હેઠળ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ હર્ષા દેવાણીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી કરવામાં આવી છે. તેમજ હાઈકોર્ટે જજ, IPS, IASની 3 સભ્યોની સમિતિ રચવા જાહેરાત કરવામાં આવી છે. તથા LG અને તારાપુરની મિરાણી હોસ્પિટલ બહાર પ્રસૂતિ મુદ્દે PIL થઇ છે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપરલીકમાં આરોપીના મોબાઇલ ખોલશે મોટી પોલ

રુલ્સ અને રેગ્યુલેશન ઘડવા અંગે કમિટી ભલામણો આપે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલજી મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ અને આણંદ જિલ્લાના તારાપુરના મિરાણી હોસ્પિટલમાં ગત વર્ષે ગર્ભવતી મહિલા દ્વારા હોસ્પિટલના દરવાજા પાસે બાળકને જન્મ આપવાની ઘટનાની તપાસ માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ હર્ષા દેવાણીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી છે. આ કમિટીમાં સભ્ય તરીકે આઈપીએસ લવિનાસિંહ અને આઈએએસ રમ્યા મોહનનો પણ સમાવેશ કરાયો છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બને નહીં અને તેને નિવારવા માટે તથા પ્રસવ પીડાથી પીડાતી મહિલાઓને ત્વરિતપણે હોસ્પિટલમાં દાખલ કરીને લેબરરુમમાં સારવાર આપવા અંગેના મુદ્દે રુલ્સ અને રેગ્યુલેશન ઘડવા અંગે કમિટી ભલામણો આપે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે ફરી એક વખત ઠંડીનો ચમકારો, જાણો માવઠાની શું છે આગાહી

સારવાર આપવાના બદલે ડોક્ટર કે હોસ્પિટલ દ્વારા પહેલા પૈસા મંગાતા વિવાદ

મહત્વનુ છે કે, પ્રસવ પીડાથી પીડાતી મહિલાને ત્વરિતપણે સારવાર આપવાના બદલે ડોક્ટર કે હોસ્પિટલ દ્વારા પહેલા પૈસા માગવાની બાબતને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરેલી. હાઈકોર્ટે ટકોર કરેલી કે ડિગ્રી મેળવ્યા બાદ ડોક્ટર જે શપથ લે છે, તે આવા સમયે ભૂલી જાય છે. જે દુઃખદ છે. આવી ઘટના જ્યારે બને છે ત્યારે ડોક્ટર અને હોસ્પિટલ એકબીજા પર આરોપ ઢોળે છે. ડોક્ટર અને હોસ્પિટલની ફરજ છે કે સૌ પ્રથમ તો આ પ્રકારના દર્દીને સારવાર આપે. તારાપુરના ખાનગી હોસ્પિટલે જવાબ આપેલો કે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવેલા ત્યારે ડોક્ટર જ કોવિડ-19થી અસરગ્રસ્ત હતા. તેમણે દર્દીના પરિવારને સૂચન કરેલુ કે, નજીકમાં રહેલ સરકારી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જાઓ.

Back to top button