અનેક લોકોને હિમોગ્લોબિન ઓછું હોવાની અને લોહીની અશુદ્ધિઓની સમસ્યા હોય છે. કોરોના સમયમાં શરીરને અંદરથી સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે જો તમારી ઇમ્યૂનિટી સારી હશે તો તમે આ રોગ સામે રક્ષણ મેળવી શકશો. ઉલ્લેખનીય છે કે કોરોનાની વેક્સીન શોધાઇ ચુકી છે ત્યારે આ સમયમાં શરીરની ઇમ્યૂનિટી વધારવા અને હેલ્થી રહેવા સિવાય આપણી બધા પાસે કોઇ છૂટકો નથી. ઉલ્લેખનીય છે કે અનેક લોકોને હિમોગ્લોબિન ઓછું હોવાની અને લોહીની અશુદ્ધિઓની સમસ્યા હોય છે. આવા સમયે નીચેની વસ્તુઓને જો તમે તમારા ભોજનમાં લેશો તો તમને લાભ થશે.
બીટરૂટ વિષે તો સૌ કોઇ જાણે છે કે તે હિમોગ્લોબિનની સમસ્યામાં મદદરૂપ થાય છે. અને લોહીમાં વધારો કરો છે. તમે બીટરૂટનો જ્યૂસ લીંબૂ નાંખીને પી શકો છો. તેનાથી લોહી પણ વધશે અને વિટામિન સી તમને ઇમ્યુનિટી પણ આપશે.
દાડમ ખાવાથી પણ અનેક પ્રકારના લાભ થાય છે. પેટની સમસ્યાથી લઇને લોહીની ઉણપ સુધીના પ્રશ્ર્નોથી દૂર રહેવા માટે રોજ એક દાડમનું સેવન કરવું લાભકારી છે.
ગાજરમાં વિટામિન એ હોવાની સાથે તે અનેક રીતે સ્વાસ્થ્ય વર્ધક છે. તમે સવારે બીટરૂટ, ગાજર અને લીંબુનો થોડું આદુ નાંખીને રસ બનાવીને પી શકો છો. તેનાથી તમારી આ સમસ્યામાં રાહત રહેશે.
ટમેટા તમારી ત્વચા માટે પણ એટલા જ સારા છે જેટલા તમારું હિમોગ્લોબિન સુધારવા માટે. વળી ટમેટાના ઉપયોગથી તમને વિટામિન-સી પણ સરળતાથી મળી જાય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આ સિવાય સંતારા કે નારંગીનું સેવન કરવાથી પણ લોહી શુદ્ધી અને હિમોગ્લોબિનની સમસ્યામાં સહાય મળે છે.