વર્લ્ડ

NSA અજીત ડોભાલ અમેરિકાના પ્રવાસે, જાણો ત્યાં ક્યાં કાર્યક્રમમાં આપી હાજરી ?

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અમેરિકાની મુલાકાતે છે. ત્યાં ભારતીય દૂતાવાસમાં તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસમાં આયોજીત આ કાર્યક્રમમાં યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન, યુએસ સેક્રેટરી ઓફ કોમર્સ જીના રેમન્ડો અને ઘણા સીઈઓ અને બંને દેશોની અગ્રણી યુનિવર્સિટીઓના વડાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ કર્યું હતું. આ દરમિયાન અજીત ડોભાલે ICETની શરૂઆતની પ્રશંસા કરી હતી. તેમના યુએસ સમકક્ષ જેક સુલિવને ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) વિશે કહ્યું કે આ પહેલ ભારત સાથે અમેરિકાની વ્યૂહાત્મક તકનીકી ભાગીદારીને વેગ આપશે.

આ પણ વાંચો : ઝારખંડના ધનબાદમાં ગેસ સિલિન્ડર ફાટતા ફ્લેટમાં આગ લાગી : 3 બાળક, 10 મહિલા સહિત 14 ના મોત

ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ

બંને દેશોના NSA એ યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સની યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા આયોજિત ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલમાં આ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન NSA અજીત ડોભાલ અને સંધુએ વૈશ્વિક ટેક્નોલોજી મૂલ્ય શૃંખલામાં વિશ્વસનીય સપ્લાય ચેઈન પાર્ટનર અને યોગદાનકર્તા તરીકે ભારતની વધતી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. યુ.એસ.ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જણાવ્યું હતું કે ICET એ ટેક્નોલોજી સહકાર કરતાં વધુ છે, તે અમારા વ્યૂહાત્મક સંકલન અને નીતિ સંરેખણને વેગ આપવાનું પ્લેટફોર્મ છે.

આ પણ વાંચો : દેશમાં જાન્યુઆરી મહિનામાં એક વર્ષનું બીજુ સૌથી વધુ રૂ.1.55 લાખ કરોડનું GST કલેક્શન

ટેક્નોલોજી ક્ષેત્રોમાં સહકારને વિસ્તારવા અંગે ચર્ચા

અજિત ડોભાલ અને તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને નિર્ણાયક અને ઉભરતા ટેક્નોલોજી ક્ષેત્રોમાં સહકારને વિસ્તારવા અંગે ચર્ચા કરી હતી. ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ આ ઇવેન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જણાવી દઈએ કે અજીત ડોભાલ સોમવારે અમેરિકા પહોંચ્યા હતા. જે બાદ ભારતીય દૂતાવાસમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અજીત ડોભાલ સાથે યુએસની મુલાકાતે આવનાર પ્રતિનિધિમંડળમાં ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, ઈસરોના અધ્યક્ષ, સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર, સંચાર વિભાગના સચિવ, ડીઆરડીઓ ડીજી અને અન્ય પાંચ ઉચ્ચ પ્રોફાઇલ સભ્યોનો સમાવેશ થાય છે.

Back to top button