ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડના ધનબાદમાં ગેસ સિલિન્ડર ફાટતા ફ્લેટમાં આગ લાગી : 3 બાળક, 10 મહિલા સહિત 14 ના મોત

Text To Speech

ઝારખંડના ધનબાદમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીંના જોરાફાટક રોડ પર આવેલા આશિર્વાદ ટાવરના ત્રીજા માળે આગ લાગી હતી. આગનું કારણ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. ધનબાદના ડેપ્યુટી કમિશનરે પુષ્ટિ કરી છે કે ધનબાદના એક એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 10 મહિલાઓ, ત્રણ બાળકો અને અન્ય એક સહિત 14 લોકોના મોત થયા છે. હાલ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ચલાવી રહી છે.

એપાર્ટમેન્ટની નજીક જ હોસ્પિટલ

ઉલ્લેખનીય છે કે આ ટાવરની નજીક એક હોસ્પિટલ પણ આવેલી છે. ભીષણ આગના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ખૂબ જ ભયભીત છે. ડીએસપી લો એન્ડ ઓર્ડરના જણાવ્યા અનુસાર ધનબાદના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. કેટલાક લોકોના મોત પણ નોંધાયા છે. ચોક્કસ સંખ્યા વિશે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. બચાવ કાર્ય હજુ ચાલુ છે. જો કે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આગ આશીર્વાદ ટ્વીન ટાવર્સના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ છે.

બિલ્ડીંગમાં 10 માળ, 70 ફ્લેટ

દાવો કરવામાં આવી રહ્યો છે કે જે ઘરમાં આગ લાગી હતી ત્યાં લગ્ન હતા. આ બિલ્ડિંગમાં 70 જેટલા ફ્લેટ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આશીર્વાદ ટાવરમાં 10 માળ છે. આગ પર હજુ કાબુ મેળવી શકાયો નથી. 20થી વધુ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આગ ઓલવવામાં લાગેલા છે. મોટી સંખ્યામાં પોલીસ દળો અને બચાવકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટ ખાલી થઈ ગયા છે.

Back to top button