ગુજરાતફૂડ

તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીની કાલથી શરૂઆત

Text To Speech

ગુજરાતના ખેડૂતોને તેમના પાકોના પોષણક્ષમ ભાવો મળી રહે તેવા હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીની કાલથી શરૂઆત કરવામાં આવશે તેવું સામે આવી રહ્યું છે. આવતીકાલથી તા.28 ફેબ્રુઆરી સુધી ગ્રામ્યકક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવનાર છે જેનો મહત્તમ લાભ લેવા રાજ્યના ખેડૂતોને ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દરેક વર્ષે ટેકાના ભાવે પાકોની ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ 2022-23માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં તુવેર પાકનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.6600 ચણાના પાકનો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.5335 તેમજ રાયડાના પાકનો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.5450 નક્કી કરાયો છે.

Back to top button