ગુજરાત

પેપર લીકથી વ્યથિત થઈ ભાજપના આ નેતાએ રાજીનામું ધર્યું

Text To Speech

ગુજરાતમાં પેપર લીક મામલે વિપક્ષ અને અન્ય નેતાઓ વિરોધ કરી રહ્યા છે જ્યારે ભાજપે સમગ્ર મામલે મૌન ધારણ કરી લીધું છે તો બીજતરફ આજે ભાજપના જ એક નેતાએ પેપર લીક મામલે પાર્ટીને રાજીનામું ધરી દીધું છે.

મળતી માહિતી મુજબ ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનાથી વ્યથિત થઈને ભાવનગર ભાજપ આઇટી સેલના સહ કન્વીનર યગણેશ ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં એક તરફ પેપર ફૂટવાનો સિલસિલો યથાવત છે ત્યારે ગત રવિવારના રોજ જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ ભાજપ ધ્વારા કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી ત્યારે આજરોજ ભાવનગર ભાજપના નેતાએ પેપર લીક ઘટનાથી વ્યથિત થઈને રાજીનામું ધરી ધઈતું હતું.

આ પણ વાંચો : અમદાવાદીઓ ટેક્સ ભરવા માટે તૈયાર રહેજો, AMC એ પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ વધારો કર્યો

bjp - Humdekhengenews

રાજીનામાં દ્વારા તેમણે કહ્યું હતું કે ગુજરાતના લોકોનું હિત અને યુવાઓને ભારતીય જનતા પાર્ટીની લોકહિતલક્ષી વિચારધારા સમજાવી યુવાઓને હિન્દુત્વની અને વિશ્વની સૌથી લોકપ્રિય પાર્ટી ભાજપમાં અમે ત્રણ મહિના પહેલા જોડાય હતા. અમને જે પણ કામગીરી સોંપવામાં આવી તેને નિષ્ઠાથી કરી હતી. પરંતુ અફસોસ સાથે અને દુખની લાગણી સાથે અને કઠણ મને આપણે જાણવું છું કે આજથી જ મને સોંપવામાં આવેલ કામગીરી અને હોદ્દા પરથી રાજીનામું આપું છું. વધુમાં ઉમેટયું હતું કે લોકોને સમજાવીને જે ભારતીય જનતા પાર્ટીને 156 સીટ જીતવી વિજયી બનાવી તે યુવાવર્ગ માટે સૌથી મોટી ભૂલ સાબિત થઈ છે.

Back to top button