ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ચાર શંકાસ્પદની ધરપકડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે ત્યારે આજરોજ મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ 4 કાશીમઇરી યુવકોની અટકાયત કરીને મોટી કામગીરી કરી છે.
આ પણ વાંચો : સ્માર્ટ સીટી સુરતનું રૂ.7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ, લોકો પર રૂ.307 કરોડનો વેરો લાગશે
મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પહેલા મોટી કામગીરી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર શંકસપડ કાશીમઇરી યુવકોની ધરપકડ કરી છે. આ ચાર શખ્સોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે સ્ટેડિયમ પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. આ ચાર શકસો કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો : નવા વર્ષમાં અમદાવાદ પશ્ચિમને આધુનિક સુવિધાથી સજ્જ પોલીસ મથકની ભેટ મળી
ભારત અને ન્યુઝીલેન્ડની મેચને લઈને અત્યાર સુધી 60,000 કરતાં વધુ ટિકિટ વેચાઈ ગઈ છે ત્યારે આ 4 શંકાસ્પદ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ મેચમાં 90 હજાર પ્રેક્ષકો મેચ જોવા આવે તેવી અપેક્ષા છે ત્યારે સ્ટેડિયમ પાસેથી જ આ 4 કાશ્મીરી શંકાસ્પદ યુવકોને પકડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે.