નવા વર્ષમાં અમદાવાદ પશ્ચિમને આધુનિક સુવિધાથી સજ્જ પોલીસ મથકની ભેટ મળી
આજરોજ અમદાવાદ સિંધુભવન રોડ પર બોડકદેવ પોલીસ મથકનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા સિંધુભવન રોડ પર નિર્માણ થયેલું આ પોલીસ મથકમાં તમામ સેવાઓ જેવી કે સાયબર સેલ, ડ્રોન સર્વેલન્સ અને નાર્કોટિક્સ વિભાગ કાર્યરત કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સાયબર સેલ સામે લડવા માટે બોડકદેવ પોલીસ મથકમાં તમામ ઉચ્ચસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો : પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે લખ્યો ભગવાન શ્રી રામને પત્ર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સિંધુભવન રોડને જે લોકો રેસિંગ ટ્રેક તરીકે ઉપયોગ કરતાં હતા તેમના વિરુદ્ધ અમદાવાદ પોલીસ ખૂબ જ પ્રશંસનીય કરી કર્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયમાં ડ્રગ્સ સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ તે માટે બોડકદેવ પોલીસ મથક અને અમદાવાદ પોલીસ સામાન્ય નાગરિકની સમસ્યાઓના સમાધાન માટે તૈયાર છે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજકાલ મોબાઈલનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે તેમ બે પ્રકારના લોકો છે. એક જે તેનો સારી રીતે ઉપયોગ કરે અને બીજો ક્રાઇમ માટે, અને તેવા લોકો માટે સાયબર સેલનું આધુનિક સુવિધાયુક્ત વિભાગ અહી ઉપલબ્ધ કરવામાં આવશે.વધુમાં મુખ્યમંત્રીએ ડ્રગ્સના દૂષણને પણ સમાજમાંથી દૂર કરવાની વાત કરી હતી.
આ પણ વાંચો : પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે લખ્યો ભગવાન શ્રી રામને પત્ર
બોડકદેવ પોલીસ મથકના શુભારંભ કાર્યક્રમમાં ધારાસભ્યો, અમદાવાદ પોલીસ કમિશનર અને પોલીસ વિભાગના મોટા અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ હજાર રહ્યા હતા.