પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવોમાં અધધ વધારા બાદ હવે ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ સતત ભાવ વધારા વચ્ચે મધ્યમ માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યુ છે. ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહ્યો છે. તેની વચ્ચે એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો કરવામાં આવ્યો છે. મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે મગફળીનું 42લાખ ટન ઉત્પાદન થયુ હોવા છતાં ભાવ વધી રહ્યા છે.
આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 30 રૂપિયાનો વધારો
મોંઘવારીથી પીસાતી પ્રજાને આજે ખાદ્યતેલના ભાવ વધારા સાથે વધુ એક કમરતોડ ઝટ્કો આપવામા આવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધી રહેલા ભાવથી મધ્યમ વર્ગનું ઘર ચલાવવું વધુ મુશ્કેલ બન્યુ છે. ઈંધણની સાથે ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત મોટો ઉછાળો આવ્યો છે. સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 30 રૂપિયા વધી ગયા છે.
આ પણ વાંચો : આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધશે
મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવુ બન્યું મુશ્કેલ
ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો કરવામાં આવી રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારો માટે હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યુ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે.