ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના DGP આશિષ ભાટિયા આજે થશે નિવૃત્ત, આ નામો અંગે ચર્ચા

Text To Speech

આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે વિવિધ નામોને લઈને ચર્ચા થઈ રહી છે. તે સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અતુલ કરવાલ કે સંજય શ્રીવાસ્તવને ડીજીપી તરીકે ચાર્જ સોંપાઇ શકે છે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું પણ હજી માવઠાની અસર, જાણો શું છે સ્થિતિ

31 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જે દરમિયાનમાં હવે આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો દૌર શરુ થયો છે. ત્યારે આજે આ ચર્ચાઓનો અંત આવે તેવી શક્યતાઓ છે. કારણ કે આજે ગુજરાત રાજ્યના પોલીસ વડાના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

ગુજરાતના નવા DGP - Humdekhengenews

ગુજરાતના નવા DGPના નામની આજે થશે જાહેરાત

ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી છે. આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1988 બેચના IPS અધિકારી અતુલ કરવાલનું નામ છે. મહત્વનું છે કે, અતુલ કરવાલ હાલ DG NDRF તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચો : આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધશે

ત્રણેક મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે સંજય શ્રીવાસ્તવ

મળતી માહિતી મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવી શકે છે. જોકે સંજય શ્રીવાસ્તવ પણ ત્રણેક મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે મુખ્ય ડીજીપી તરીકે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેમની નિવૃત્તિને ઓછામાં ઓછા 6 મહિના બાકી હોવા જોઈએ. જેથી 3 મહિના માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપી તરીકે ચાર્જ સોંપવામાં આવી શકે તેવી પણ શકયતાઓ છે.

ગુજરાતના નવા DGP - Humdekhengenews

DGP આશિષ ભાટિયાને આપ્યું હતું એક્સટેન્શન

મહત્વનું છે કે ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનું એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના રોજ એક્સેન્ટેશનનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિવાનંદ ઝાનીના નિવૃત્તી બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.

Back to top button