મોરબી દુર્ઘટના : 135 મોતના જવાબદાર ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની આગોતરા જામીન અંગે બુધવારે સુનાવણી
મોરબીનો ઝૂલતા પુલ છેલ્લા ઘણા વર્ષોથી મોરબી નગરપાલિકા પાસે છે જો કે, પાલિકા દ્વારા ગત માર્ચ 2022 માં કરાર કરીને આ ઝૂલતો પુલ મોરબીના ઓરેવા ગ્રુપને સંચાલન માટે સંપૂર્ણ જવાબદારી સાથે સોંપી દેવામાં આવ્યો હતો જે પુલ તા 30/10/2022 ના રોજ તૂટી પડ્યો હતો જેથી કરીને 135 જેટલા લોકોના જીવ ગયા હતા અને તેની તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને ચાર્જશીટ મુકાયું છે તેમાં ભાગેડુ આરોપી દર્શાવવામાં આવેલ છે અને કોર્ટ દ્વારા અગાઉ પકડાયેલા નવ આરોપીઓને ચાર્જશીટની કોપી આપવામાં આવી છે જો કે, સીઆરપીસી કલમ 164 મુજબ લેવામાં આવેલા નિવેદનની કોપી હાલમાં આપવામાં આવી નથી પરંતુ જે ચાર્જશીટની કોપી આપવામાં આવી છે તેમાં એવી માહિતી સામે આવી છે કે, આઠથી બાર મહિના સુધી પૂલની કામ કરવાના હતા જો કે, છ માહિનામાં પેટા કોન્ટ્રાક્ટ આપીને ઝડપથી પુલનું કામ પૂરું કરીને ફૂલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને આ પુલને ખુલ્લો મુક્તા પહેલા સ્ટ્રેંથ સ્ટેબિલિટી સર્ટીફિકેટ લેવામાં આવ્યું જ હતું આવી ઘણી ઊડીને આંખે વળગે તેવી અનેક બેદરકારીઓ સામે આવી છે અને આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ જયસુખ પટેલના આગોતરા જમીન માટેની અરજીની સુનાવણી કરવામાં આવશે.
FSL રિપોર્ટમાં શું સામે આવ્યું હતું ?
હાલમાં જે ચાર્જશીટ મૂકવામાં આવ્યું છે તેની જે માહિતી મળી રહી છે તે મુજબ પોલીસે આ ગુનામાં કુલ મળીને નવ આરોપીઓની ધરપકડ કરેલ છે અને ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી તરીકે ચાર્જશીટમાં દર્શાવવામાં આવેલ છે અને એફએસએલની ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, જે મુખ્ય બે કેબલ ઉપર બ્રિજ હતો તેનું ઇન્શપેક્સન કે પછી મેંટનન્સ વર્ષ 2008 થી લઈને પુલ તૂટી પડ્યો ત્યાં સુધીમાં કયારે પણ કરવામાં આવ્યું જ નહીં અને જે બે કેબલ ઉપર પુલ હતો તે પૈકીનાં એક કેબલના કુલ 49 કેબલમાંથી 22 કેબલમાં કાટ લાગી ગયો હતો અને ટેકનિકલ માણસો પાસે કામ કરાવવાના બદલે માત્ર ફેબ્રિકેશનનું કામ કરનારા એજન્સી પાસે કામ કરાવ્યુ હતું અને પહેલા વર્ષ 2008 માં લાકડા કાઢીના એસીપીની સીટ ફિટ કરવામાં આવી હતી તેના બદલે વર્ષ 2022 માં હનીકોમ શીટ ફિટ કરી હતી અને તેના ધાતુનો સી ચેનલનો સપોર્ટ ઉમેરીને ઝડપી પુલનું કામ પૂરું કરીને પુલને આઠ કે બાર મહિના સુધી રિપેરિંગ કામ માટે બંધ રાખવાનો હતો તેના બદલે છ માહિનામાં કામ વહેલી પૂરું કરીને ઘણી બેદરકારી રાખવામા આવી હતી
ચાર્જશીટમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
આટલુ જ નહીં પુલને ચાલુ કરતાં પહેલા તેનું ટેકનિકલ એક્ષપાર્ટ પાસેથી કોઈ સ્ટ્રેંથ સ્ટેબિલિટી સર્ટી લેવામાં આવ્યું ન હતું જેનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે અને ખાસ કરીને હાલમાં નવ આરોપી પકડાયેલા છે તેનું ચાર્જશીટ મૂકવામાં આવેલ છે અને તેમાં જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવેલ છે આટલું જ નહીં તે નજીકના ભવિષયમાં મળી આવવાની સંભાવના પણ નહિવત દર્શાવવામાં આવી છે તેવામાં આગમી પહેલી તારીખે મોરબીની કોર્ટમાં જયસુખભાઈ પટેલના વકીલ મારફતે મૂકવામાં આવેલ આગોતરા જમીન માટેની અરજીની સુનાવણી પણ હાથ ધરવામાં આવશે જે આ દિવસ મોરબીના આ ઝૂલતા પુલના કેસ માટે મહત્વનો દિવસ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.