પાલનપુર : પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાંથી ત્રણ વર્ષની બાળકી સાથે મહિલા ગુમ થતા ચકચાર
પાલનપુર : પાલનપુર ખાતે આવેલા નારી સંરક્ષણ કેન્દ્રમાંથી એક મહિલા ત્રણ વર્ષની બાળકી સાથે ગુમ થતા ચકચાર મચી ગઈ છે. જ્યારે ગુમ થયેલી મહિલાના સમાચાર પરિવારજનોને મળતા તેઓ તુરંત જ નારી સંરક્ષણ ગૃહ પાલનપુર ખાતે પહોંચ્યા હતા.પાલનપુરમાં સોનારીયા બંગલા સામે ડેરી રોડ ઉપર નારી સંરક્ષણ ગૃહ આવેલું છે. જ્યાં સૂઈગામથી નારી સંરક્ષણ ગૃહમાં મૂકવામાં આવેલી મહિલા ત્રણ વર્ષની બાળકી સાથે એકાએક અચાનક જ ગુમ થઈ ગઈ હતી. આ ઘટનાના સમાચાર તેના પરિવારજનોને મળતા તેઓ ચિંતિત બન્યા હતા, અને તુરંત જ પાલનપુર નારી સંરક્ષણ ગૃહ ખાતે દોડી આવ્યા હતા. નારી સંરક્ષણ ગૃહમાં આશરો લઈ રહેલી મહિલા બાળક સાથે અચાનક જ ગુમ થતા ચકચારમાં મચી ગઈ છે.
પરિવારજનોએ નારી સંરક્ષણ ગૃહો ખાતે પહોંચી ગુમ થયેલી મહિલા અને બાળકી અંગે પૂછપરછ કરી હતી. જોકે સંચાલકોને ખબર નથી કે મહિલા અને બાળકી ક્યાં અને કેવી રીતે ગુમ થઈ ગયા છે.તેમ જણાવીને સંચાલકોએ આ ઘટનામાં હાથ અધ્ધર કર્યા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આ અંગે પરિવારના માધાભાઈ અને દિનેશભાઈએ જણાવ્યું હતું કે, સુઈગામ થી છોકરીને નારી સમરક્ષણ ગૃહમાં મૂકવામાં આવી હતી. ત્યારે ત્રણ વર્ષની છોકરી સાથે બંને જણ દીવાલ કૂદીને કેવી રીતે ગયા હશે તે એક પ્રશ્ન છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, કોઈપણ વ્યક્તિ આ રીતે છોકરી ને ઉપાડવા આવતું હોય તો એમની સુરક્ષાનું શુ? જેને લઇને અનેક સવાલો ઉઠ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નારી સંરક્ષણ ગૃહ અગાઉ પણ વિવાદો માં આવી ચૂક્યું છે.ત્યારે ફરી એકવાર નારી સંરક્ષણ ગૃહની ઘટના સામે આવતાં તેના સંચાલન સામે અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો : પોલીસ અધિકારી અને પીડિતા બન્ને મહિલાઓની નિડરતાને કારણે આસારામને મળી “સજા એ કાલા પાની”