ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરઃ 31 દિવસમાં 7 લોકો ટાર્ગેટ કિલિંગનો શિકાર, આતંકીઓના નિશાને નાગરિકો

Text To Speech

કાશ્મીરની ખીણમાં આતંકવાદીઓ ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે. છેલ્લા 31 દિવસમાં 7 લોકોને આતંકીઓએ નિશાન બનાવ્યા છે. જેમાં પોલીસ કર્મચારીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. મંગળવારે ખીણમાં આતંકવાદીઓએ જમ્મુના સાંબાના રહેવાસી શિક્ષક રજની બાલાને નિશાન બનાવીને હત્યા કરી હતી. તેના એક અઠવાડિયા પહેલા ટીવી એક્ટ્રેસ અંબરીન ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. જો આ વર્ષે ટાર્ગેટ કિલિંગની વાત કરીએ તો આતંકવાદીઓ દ્વારા અત્યાર સુધીમાં 16 લોકો માર્યા ગયા છે.

આ બાબતે જમ્મુ-કાશ્મીર પોલીસના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે આતંકવાદીઓ આવી ઘટનાઓને અંજામ આપીને માત્ર ભય ફેલાવવા માંગે છે કારણકે સ્થાનિક નાગરિકોએ હવે આતંકવાદીઓના આદેશનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે.

31 દિવસમાં 7 લોકો ટાર્ગેટ કિલિંગનો શિકાર

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપીનું કહેવું છે કે “સમાજના વિવિધ વર્ગો પર હુમલો કરીને આતંકવાદીઓ માત્ર પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે. તેમનું કહેવું છે કે આતંકવાદીઓ એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેમના ખીણમાં રહેતા તેઓ હંમેશા સવાલ ઉઠાવતા રહ્યા છે. આ આતંકવાદીઓ કાશ્મીરીઓને રાજ્યમાંથી હાંકી કાઢવાના સુનિયોજિત કાવતરાના ભાગરૂપે હુમલો કરી રહ્યા છે.”

વર્ષ 2021માં 35 નાગરિકોના મોત
ફેબ્રુઆરી મહિના પછી વર્ષ 2021માં ટાર્ગેટ કિલિંગના કેસમાં વધારો થયો છે. આવો પહેલો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રીનગરમાં ક્રિષ્ના ઢાબાના માલિકના પુત્રની તેની રેસ્ટોરન્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. કેમિસ્ટ એમએલ બિંદુની 5 ઓક્ટોબર 2021ના રોજ તેમની દુકાનમાં હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પછી, સરકારી બોય્ઝ હાયર સેકન્ડરી સ્કૂલ સંગમના પ્રિન્સિપાલ સુપિન્દર કૌર અને સ્કૂલના શિક્ષક દીપક ચંદને હુમલાખોરોએ સ્કૂલ સ્ટાફના ઓળખ પત્રો તપાસ્યા બાદ ગોળી મારી દીધી હતી. ગયા વર્ષે ઘાટીમાં 182 આતંકવાદીઓ અને ઓછામાં ઓછા 35 નાગરિકો માર્યા ગયા હતા.

આતંકવાદીઓએ ઘાટીમાં રણનીતિ બદલી
જ્યારે કાશ્મીરમાં ટાર્ગેટ હુમલાઓ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે કહ્યું હતું કે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીથી તેઓ ચોંકી ગયા છે. પોલીસે કહ્યું હતું કે ટાર્ગેટ કિલિંગના વધવા પાછળનું કારણ મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો છે, ખાસ કરીને તેમનું નેતૃત્વ અને તેમના સમર્થન માળખાનો નાશ કરવો. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ હતાશ થઈ ગયા હતા અને નિઃશસ્ત્ર પોલીસકર્મીઓ, નિર્દોષ નાગરિકો, રાજકારણીઓ અને હવે મહિલાઓ સહિત લઘુમતી સમુદાયોના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા માટે તેમની વ્યૂહરચના બદલી હતી.

Back to top button