ભાસ્કર ચૌધરી મૂળ રહેવાસી બિહારનો છે અને તેને વડોદરા અને દિલ્લીમાં એજ્યુકેશન લાઇનમાં મોટાપાયે ધંધો કરી રહ્યો હતો જ્યારે તેનો સાગરીત કેતન બારોટ અમદાવાદમાં અજયુકેશનના નામે ડિગ્રી વેચવાનો ધંધો કરી રહ્યો હતો.
આ પણ વાંચો : જુનિયર કલાર્ક પર ગ્રહણ : વિદ્યાર્થીઓનો ડર સાચો પડ્યો, ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું
ભાસ્કર ચૌધરી
હવે એમના ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પણ આ લોકો આ ધંધો કરી ચૂક્યા હતા અને લાખો રૂપિયા બનાવી લીધા હતા એટલે જ સીબીઆઇમાંથી પણ છૂટી ગયા અને ફરી આ ધંધો કર્યો અને 9.50 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા. સરકાર હાલ ગાંધીજીના ત્રણ વાંદરા જેવી થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીના પોલિટિકલ નેટવર્ક ઊંચા હોવાના લીધે જ અગાઉ પણ સીબીઆઇ પકડમાંથી મુક્ત થઈ ગયા હતા. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચીલોડાનો રહેવાસી કેતન બરોટનો મુખ્ય ધંધો નકલી ડિગ્રી અપાવાનો છે. બોગસ ડિગ્રી મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાંથી ડિગ્રી લાઇ આપવાનું કામ કરતો હતો અને તેમાંથી ધીમે ધીમે પોતાનો ધંધો મોટો કર્યો. કેતન બારોટની અમદાવાદમાં અને વડોદરામાં દિશા એડજયુકેશન કન્સલ્ટન્સી નામની આવી દુકાન ખુલ્લેઆમ ચલાવતો હતો.
આ પણ વાંચો : પેપર લીક કાંડ: 9 લાખ ઉમેદવારોના ભાવી સાથે ચેડાં કરનાર દંપતીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
જ્યારે ભાસ્કર ચૌધરી વડોદરા અને દિલ્લીમાં અનુક્રમે સ્ટેક વાઇઝ ટેકનોલોજી અને દિલ્લીમાં પથવે નોલેજ સોર્સ પ્રાઇવેટ લિમિટેડ ના નામે આજ ધંધો ચલાવતો હતો. બંનેના લક્ષ્ય સરખા હોવાના કારણે વર્ષોથી બંનેની મિત્રતા અને ધંધો સારા ચાલ્યા અને ધરપકડ પહેલા સુધી ચલાવતા રહ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાસ્કરનું સામ્રાજ્ય પણ લગભગ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું હતું અને તે પણ કેતન બારોટની જેમ ગુજરાત બહારના રાજ્યોમાં એડમિશનના નામે આ ધંધો કરતો હતો.
આ તમામની ઊંડી તપાસ કરવામાં આવે તો ગાંધીનગરમાં આ તોડબાજોનો કહેવતો ગુરુ ખુલ્લેઆમ ધંધો કરી રહ્યો છે, તે પકડાઈ શકે છે. જેનું નામ આ લાઇનમાં ટોપ પર છે.
2019 સીબીઆઇ નું સ્ટેટમેન્ટ (સોર્સ : ઓલ ઈન્ડિયા રેડિયો)
વર્ષ 2019 માં, “સીબીઆઈએ દિલ્હી સ્થિત એજ્યુકેશન કન્સલ્ટન્સી ફર્મનો માલિક ભાસ્કર સહિત છ લોકોની BITS, પિલાનીની ઓનલાઈન પ્રવેશ પરીક્ષામાં કથિત રીતે છેડછાડ કરવા બદલ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં પાથવે એજ્યુકેશન સર્વિસના એમડી ભાસ્કર ચૌધરી, અમદાવાદ સ્થિત દિશા એજ્યુકેશનના કેતન બારોટ, સાયબર નિષ્ણાત શેઠ મોહમ્મદ ઉસામા અને વિરાગ હરેન્દ્રકુમાર શાહ, અમદાવાદ પરીક્ષા કેન્દ્રના માલિક નિશિકાંત સિંહા અને તેના મેનેજર દર્પણ શિરીષ પાઠકનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે ભાસ્કર ચૌધરી અન્ય લોકો સાથે મળીને ગેરરીતિ કરીને પ્રવેશ પરીક્ષામાં મદદ કરવા માટે ઉમેદવારના માતા-પિતા પાસેથી આશરે 10 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. પરીક્ષા 17 થી 22 મે વચ્ચે યોજાઈ હતી. સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દિલ્હી, અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં સર્ચ કરવામાં આવ્યું હતું જેના કારણે ડિજિટલ પુરાવા અને 33 લાખ રૂપિયાથી વધુની રોકડ સહિત અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.”
આ પછી આગળ શું કાર્યવાહી થઈ હશે તે તમે અત્યારના પેપરકાંડ પરથી અંદાજ લગાવી શકો છો. મે-2019 ની આ ઘટના બાદ કેતન બરોટે ઓક્ટોમ્બર 2022 માં રેન્જ રોવર કંપની ની વૈભવી કાર ખરીદી જેના પરથી વિચારી શકો છો કે આમનો ધંધો અને સામ્રાજ્ય કયા સુધી ફેલાયેલું હશે.
અલબત્ત એક વાત અહી ખોટી ન કહી શકાય કે, સમાજે જ આવા લોકોને આગળ વધવામાં મદદ કરી છે ત્યારે આજે આવા લોકોને કોઈનો ડર રહ્યો નથી બાકી સત્ય બધા જાણે જ છે.