ગુજરાતટોપ ન્યૂઝ

જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપરકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

જુનિયર ક્લાર્ક પરીક્ષામાં રૂ.50 હજારમાં પેપરની કોપી આપવાનો પ્લાન હતો. જેમાં પેપર લીકકાંડમાં હાર્દિકે ખુલાસો કર્યો છે. તેમજ પેપરલીક કરનાર આરોપીઓના મોટા મનસુબા સામે આવ્યા છે. તેમાં પેપર મળ્યું હોત તો હજારો ઉમેદવારને આપવાનો પ્લાન હતો. તથા હાર્દિક શર્મા અમદાવાદમાં નર્સિંગ કોલેજ પણ ધરાવે છે. તેમજ મોટો માથાઓની સંડોવણી સામે આવી શકે છે.

આ પણ વાંચો: પોલીસ અધિકારી અને પીડિતા બન્ને મહિલાઓની નિડરતાને કારણે આસારામને મળી “સજા એ કાલા પાની”

હજારો વિદ્યાર્થીઓના સંપર્ક કરવાનો હતો

આરોપી રૂપિયા 50 હજારમાં પેપરની કોપી આપવાનો હતો. જેમાં હજારો વિદ્યાર્થીઓના સંપર્ક કરવાનો હતો. તેમજ હાર્દિક શર્મા અમદાવાદમાં નર્સિંગ કોલેજ પણ ધરાવે છે. તથા એક નર્સિંગ કોલેજમાં હાર્દિક શર્મા ભાગીદાર છે. તેમજ વધુમાં વધુ ઉમેદવારોને પેપર વેચવાનો હાર્દિકનો પ્લાન હતો. જેથી હવે ATSએ હાર્દિક શર્માની ધરપકડ કરી છે. હાર્દિક
શર્મા મૂળ સાબરકાંઠાના પ્રાંતિજનો રહેવાસી છે.

આ પણ વાંચો: ગુજરાત: આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના માસ્ટરમાઈન્ડની મુશ્કેલીઓ વધી

કોર્ટ દ્વારા આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેપરલીક કાંડમાં પકડાયેલા 15 આરોપીઓને વડોદરા કોર્ટમાં રજુ કરાયા હતા. ATS દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નવા ખુલાસા સામે આવી શકે છે.

આ પણ વાંચો: આસારામ સામે દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો, જાણો કેટલા વર્ષની પડશે સજા

હૈદરાબાદની કે.એલ હાઇટેક પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું

ગુજરાત એટીએસની તપાસ પ્રમાણે હૈદરાબાદની કે.એલ હાઇટેક પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો આરોપીએ પેપર મેળવી સાત લાખ રૂપિયામાં પ્રદીપ કુમારને આપ્યું હતું. આ પ્રશ્નપત્ર પ્રદીપ કુમારે મુરારી પાસવાન અને નરેશ મોહંતીને એક પેપર દીઠ પાંચ લાખ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું હતું. મુરારી પાસવાને કમલેશ ભીખારીને એક પ્રશ્નપત્ર દીઠ છ લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. કમલેશ ભીખારીએ મોહમ્મદ ફિરોજને એક પ્રશ્નપત્ર દીઠ સાત લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. આ પછી પ્રશ્નપત્ર સર્વેશ, પ્રભાત કુમાર, મુકેશ, મિન્ટુ, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયુ અને ઇમરાન સુધી પશ્નપત્ર પહોંચ્યું હતું. જે 7 થી 12 લાખ રૂપિયામાં વેચવાના હતા.

Back to top button