આસારામ એક કહેવાતા સંતને આખરે સજા મળી અને પીડિત મહિલાને ન્યાય મળ્યો છે. તેવામાં એક એવા મહિલાનો પણ મોટો ફાળો આ કેસમાં રહ્યો છે. જેમણે એક મહિલા થઇ પીડિત મહિલાને ન્યાય અપાવ્યો છે. હાલ ગુજરાત પોલીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડોક્ટર દિવ્યા રવિયા અને સાથે રહેલ તપાસ અધિકારીની ટીમએ તેમનાં જીવનની વધુ એક સિદ્ધિ હાંસિલ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના માસ્ટરમાઈન્ડની મુશ્કેલીઓ વધી
આસારામ વિરુદ્ધ પીડિતાએ 12 વર્ષ પછી ફરિયાદ કરી
આસારામ કેસના મુખ્ય તપાસ કરનાર અધિકારી તરીકે કામગીરી કરનાર નિડર પોલીસ અધિકારી ડોક્ટર દિવ્યા રવિયાએ હમ દેખે ગેને આસારામ કેસની કેટલીક માહિતી જણાવી હતી. જેમાં આસારામ વિરુદ્ધ પીડિતાએ 12 વર્ષ પછી ફરિયાદ કરી હતી. કારણ કે આસારામ કહેવાતો મોટો સંત અને લાખો અનુયાઇઓ ધરાવતો હતો. જેનો ખોફ પીડિતાને હતો. કે આસારામ તેને અને તેના પરિવારને મારી નાખશે. પણ જ્યારે જોધપુરમાં આસારામ વિરુદ્દ કેસ થયો અને તેને જેલમાં ધકેલવામાં આવ્યો ત્યારે પીડિતાએ હિંમત કરી 2014માં ફરિયાદ કરી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યા રવિયાએ નિષ્ઠા પૂર્વક એક પીડિત માહિલાને ન્યાય અપાવવા મેદાનમાં આવી ગયા હતા.
એક પોલીસ મહિલાની નિષ્પક્ષ તપાસ દ્વારા ન્યાય મળ્યો
દિવ્યા રવિયાએ પીડિતાને ન્યાય મળે તે માટે આકરા પ્રયત્નો થકી નિડરતાથી લાખો અનુયાઇઓ ધરાવતા આસારામને જેલ ભેગો કર્યો છે. આસારામ કેસમાં દિવ્યા રવિયાની ભૂમિકા મુખ્ય રહી છે. આ કેસની કોર્ટમાં 2014- 2022 દલીલો સુધી ચાલી હતી. જેમાં આજે નિડર મહિલાની બહાદુરીથી એક દુષ્કર્મ કેસનો આરોપી આસારામ જેલના સળિયા ધકેલાઇ ગયો છે. જેમાં પીડિત મહિલાને એક પોલીસ મહિલાની નિષ્પક્ષ તપાસ દ્વારા ન્યાય મળ્યો છે. જેમાં વર્ષ 2012માં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આસારામ ગુનેગાર જાહેર થયો છે. તથા આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: બેંકિંગ ટ્રાન્ઝેક્શન બાદ ગ્રાહકોને નથી મળતા SMS, ડિજિટલ તસ્કરો સક્રિય થયા
10 વર્ષની કેદની સજા કોર્ટ ફટકારી શકે છે
આવતીકાલે 11 વાગ્યે કોર્ટમાં આસારામની સજાની સુનાવણી હાથ ધરવામાં આવશે. આસારામ હાલ જોધપુર જેલમાં કેદ હોવાથી તેને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આરોપી આસારામને કલમ 376-બી મુજબ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. તથા દોષિત જાહેર થયા બાદ આસારામને આજીવન કેદ અથવા 10 વર્ષની કેદની સજા કોર્ટ ફટકારી શકે છે.
આ પણ વાંચો: આસારામ સામે દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો, જાણો કેટલા વર્ષની પડશે સજા
આરોપીઓનાં નિવેદન લેવાયાં હતાં
આસારામ વિરુદ્ધ દુષ્કર્મના કેસ મામલે ગાંધીનગર કોર્ટમાં ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓનું ફરધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી.
આસારામના પાપના ભાગીદાર!
– આશુમલ ઉર્ફે આસારામ
– લક્ષ્મીબેન (આસારામનાં પત્ની)
– ભારતી (આસારામની પુત્રી)
– નિર્મલાબેન લાલવાણી ઉર્ફે ઢેલ
– મીરાબેન કાલવાણી
– ધ્રુવબેન બાલાણી
– જસવંતીબેન ચૌધરી