સ્પોર્ટસ

WU19 : મજૂરની દીકરીએ ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન, આ રીતે શરૂ થઇ સોનમની ક્રિકેટ સફર

ગઈ કાલે યોજાયેલ અંડર-19 મહિલા T 20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. જેમાં ભારતે ઈગ્લેન્ડને પછાડીને વર્લ્ડ ચેમ્પિયન બની ગયું હતું. ત્યારે સોનમ યાદવ કોણ છે અને તેના ક્રિકેટના કરિયરની કેવી રીતે શરુઆત થઈ તે સમગ્ર માહીતી આજે અમે તમને જણાવીશું

U19 T20 WC ભારતે રચ્યો ઈતિહાસ

ભારતીય મહિલા અંડર 19 ટીમે ગઈ કાલે ઈતિહાસ રચી દીધો છે. ક્રિકેટમાં મહિલા વર્ગમાં ભારત આઈસીસી ‘T20 વિશ્વકપ ચેમ્પિયન પ્રથમ વાર બન્યુ છે. ભારતીય મહિલા ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સોનમ યાદવનું પણ મહત્વનું યોગદાન હતું. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં સોનમ યાદવનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં સોનમ યાદનું શાનદાર પ્રદર્શન

ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ મહિલા ટીમમાં સોનમ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સોનમ યાદવ તેના શાનદાર પ્રદર્શનને કારણે હાઈલાઈટમા જોવા મળી રહી છે. તે ક્રિકેટ ઓલરાઉન્ડર તરીકે રમે છે. T20 વર્લ્ડ કપમાં તેનું જોરદાર બોલિંગ જોવા મળ્યું હતું. ચાહકો તેની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અંડર-19 મહિલા ટીમમાં સામેલ લેફ્ટ આર્મ સ્પિનર ​​સોનમ યાદવે T20 વર્લ્ડ કપમાં 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એક રનમાં 2 વિકેટ લેવાનું હતું.ત્યારે સામાન્ય પરિવારમાંથી આવતી આ દિકરીના જીવન વિશે જાણવાની જિજ્ઞાસા અત્યારે સૌકોઈમાં જોવા મળી રહી છે. ત્યારે અમે તેના જીવન વિશે અને તેના ક્રિક્ટના કરિયરની શરુઆત કેવી રીતે થઈ તે જણાવીશું.

સોનમ યાદવ -humdekhengenews

સોનમ યાદવનો પરિચય

ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર સોનમ યાદવ ફિરોઝાબાદ જિલ્લાના ટુંડલા ગામની રહેવાસી છે. સોનમ યાદવના પિતા મજૂર છે અને તેઓ ફિરોઝાબાદમાં એક ગ્લાસ ફેક્ટરીમાં કામ કરે છે. અને દીકરીનું સપનું પૂરું કરવા સોનમના પિતાએ ડબલ શિફ્ટમાં કામ કરવાનું શરુ કરયું હતું.

સોનમના ક્રિકેટ કરિયરની શરુઆત

પરિવારના જણાવ્યા અનુસાર સોનમ 13 વર્ષની હતી ત્યારે તેણે ક્રિકેટમાં રસ દાખવ્યો હતો. સોનમનો મોટો ભાઈ અમન ક્રિકેટ રમતો હતો. તેને જોઈને સોનમે પણ બોલિંગ શરૂ કરી દીધી. અને તેના ભાઈએ સોનમને ક્રિકેટ એકેડમીમાં લઈ જતો હતો. આ દરમિયાન સોનમ દ્વારા ફેકવામાં આવેલ બોલિંગને એકેડમીના કોચ રવિ યાદવ જોઈ રહ્યા હતા. અને તેનાથી પ્રભાવિત થઈને ક્રિકેટમાં સામેલ કરવાનું નક્કિ કર્યું હતું. અને ત્યારથી સોનમની ક્રિકેટ સફર શરૂ થઈ હતી. આ પછી તેની હિંમત વધી અને તે એક બાદ એક સફળતાની સીડીઓ પાર કરતી ગઈ. સોનમ બાળપણથી જ રવિન્દ્ર જાડેજાની જેમ બોલિંગ કરવા માંગતી હતી.

આ પણ વાંચો : મોટા મોટા સ્ટાર ન કરી બતાવ્યા તે સિદ્ધિ મેળવી અલ્કા યાજ્ઞિકે, વર્લ્ડના સૌથી મોટા સિંગરને પાછળ છોડ્યો

Back to top button