ઘરમાં રાખો આ વસ્તુઓઃ ચુંબકની જેમ ખેંચાઇ આવશે પૈસા
ઘણીવખત તમારી સાથે પણ એવુ બન્યુ હશે કે મહિનાની આખર તારીખ આવે તે પહેલા તો ખીસા ખાલી થઇ જાય, ક્યારેક બેન્ક એકાઉન્ટમાં પણ પૈસા હોતા નથી. આવા લોકોના માથે હંમેશા કોઇને કોઇ દેવુ હોય છે. ઇચ્છવા છતાં પણ ખર્ચ પર નિયંત્રણ રહેતુ નથી. જ્યોતિષીઓનું કહેવુ છે કે એવી પરિસ્થિતિમાં જો ઘરમાં કેટલીક વસ્તુઓ લાવીને રાખી દેવામાં આવે તો આર્થિક સમસ્યાઓ ખતમ થઇ જાય છે. આવો જાણીએ આવી કેટલીક ચમત્કારિક વસ્તુઓ વિશે જે ધનને આકર્ષે છે.
નાનું શ્રીફળ
આ શ્રીફળને લઘુ નારિયેળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સામાન્ય નારિયેળની તુલનામાં ખુબ નાનુ હોય છે. એવુ કહેવાય છે કે જેના ઘરમાં લઘુ નારિયેળ રાખવામાં આવે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી. આ નારિયેળ તમને આર્થિક મોરચે લાભ આપે છે અને અન્નના ભંડાર ખાલી થવા દેતુ નથી.
ધાતુનો કાચબો
તમે કેટલાક લોકોના ઘરે ચાંદી, પિત્તળ કે કાંસાનો કાચબો જોયો હશે. કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કાચબો રાખવાથી ધન સાથે જોડાયેલી પરેશાનીઓ ખતમ થાય છે. આર્થિક સમૃદ્ધિ માટે કાચબાને હંમેશા ઉત્તર દિશામાં રાખવો જોઇએ.
પિરામિડ
વાસ્તુ અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી આર્થિક સંપન્નતા વધે છે. એવુ કહેવાય છે કે જે ઘરમાં ક્રિસ્ટલનો પિરામિડ હોય છે, તેના સભ્યોની આવકમાં ઝડપથી વૃદ્ધિ થાય છે. સાથે સકારાત્મક ઉર્જાનો પણ વિકાસ થાય છે. પિરામિડને હંમેશા એવી જગ્યાએ રાખવો જોઇએ જ્યાં ઘરના લોકો સૌથી વધુ સમય પસાર કરતા હોય.
ગોમતીચક્ર
શાસ્ત્રોમાં ગોમતીચક્રને ખુબ જ શુભ ગણાવવામાં આવ્યુ છે. ગોમતી ચક્ર ગોમતી નદીમાં ચક્રની આકૃતિમાં મળી આવતો એક પત્થર છે. આ ચક્ર ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે. ઘરની સુખ શાંતિ અને આર્થિક સંપન્નતાને કોઇની ખરાબ નજર લાગતી નથી. એવુ કહેવાય છે કે 11 ગોમતી ચક્ર પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે.
કમરકાકડીની માળા
જો તમારા ઘરમાં રુપિયા પૈસાની તંગી રહેતી હોય અને તમારા ઘરના મંદિરમાં કમરકાકડીની માળા લાવીને રાખી દેવામાં આવે તો ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે. આ માળાની સાથે તમારા ઇષ્ટદેવનું નામ 108 વાર જપો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ પણ વાંચોઃ આર્થિક સર્વે : કેવી રીતે એક દિવસ પહેલાં જ બજેટની જોગવાઈઓ અંગે જાણી શકો છો ?