ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : પરીક્ષાના પેપર ફોડનાર સામે કાયદો બનાવવાની ડીસામાં માંગ

Text To Speech

પાલનપુર: જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. જેને લઇ આજે ડીસામાં આમ આદમી પાર્ટી અને એનએસયુઆઈ ના કાર્યકરોએ નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી ઘટના મામલે વિરોધ દર્શાવ્યો હતો, અને ફરી પરીક્ષા લેતા પહેલા પેપર લીક કરનારા લોકો સામે કડક કાયદો બનાવવામાં આવે અને વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળતા તેઓને પચાસ હજાર રૂપિયાનું કંપનસેશન આપવામાં આવે તેવી માંગ કરી હતી.

આવેદનપત્રો-humdekhengenews

ફરી એકવાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ ગઈ છે.ગઈકાલે કમોસમી માવઠા વચ્ચે જ્યારે ગુજરાત ભરમાંથી સાડા નવ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં જ પેપર રદ થયું હોવાની માહિતી મળતા સમગ્ર વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ડીસામાં આજે આમ આદમી પાર્ટી અને એનએસયુઆઇના કાર્યકરોએ ભાજપ સરકારની નિષ્ક્રિયતા ના કારણે વારંવાર પેપર રદ થતા સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો, અને નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી સરકાર દ્વારા પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આપ અને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્રો અપાયા

આવેદનપત્રો-humdekhengenews

આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો. રમેશ પટેલે જણાવ્યું હતું કે, આ પેપર નથી ફૂટ્યું પરંતુ વિદ્યાર્થીઓની કિસ્મત ફૂટી છે. વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત તેમના પરિવારની મહેનત તેમનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને વિદ્યાર્થીઓના સપના રોળાઈ જવા પાછળ માત્ર ને માત્ર ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને તેમના માણસો જવાબદાર છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓને કંપનસેશન પેટે 50 હજાર રૂપિયા વળતર પેટે ચૂકવવા જોઈએ તેવી માંગ કરી છે.

આવેદનપત્રો-humdekhengenews

આ ઘટનાને લઇ એનએસયુઆઈ ના પ્રમુખ હાર્દિક પઢિયારે જણાવ્યું હતું કે, આ ભાજપ સરકાર પરીક્ષા યોજવામાં સદંતર નિષ્ફળ નીવડી છે, અને હવે તો વિદ્યાર્થીઓને પરીક્ષા પરથી ભરોસો જ ઉઠી ગયો છે. ત્યારે સરકાર ફરી પરીક્ષા લે તે પહેલા પેપર લીક કરનારા લોકો સામે કડક કાયદો બનાવવામાં આવે અને જો સરકાર આ કેસમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદો બનાવી કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો :પેપર લીક મામલે હાર્દિકનું સૌથી મોટું નિવેદન, જાણો શું કહ્યું

Back to top button