શેરબજારમાં કડાકા વચ્ચે અદાણીના શેરની ખરીદી માટે જોવા મળી પડાપડી
ગયા બુધવારથી અદાણી ગ્રુપના શેરમાં વેચવાલી છે. આ સેલ-ઓફમાં કેટલાક શેરની કિંમત 1 વર્ષની ઊંચી સપાટીના અડધાથી પણ ઓછી રહી છે. ત્યારે સસ્તા ભાવે મળતા આ શેરને ખરીદવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાની ઉપલી સર્કિટ લાગી
છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગના ગ્રુપના નકારાત્મક અહેવાલે સેન્ટિમેન્ટને વધુ મંદ કરી છે. અને અદાણી ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે. જેના કારણે અદાણી ગ્રુપના શેરનો ભાવ ઘટી ગયો છે. જેથી આજે અદાણી કંપનાની શેરને ખરીદવા માટે લોકોએ પડાપડી કરી છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.
અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો
થોડા દિવસથી અદાણીના કેટલાક શેરોમાં સતત લોઅર સર્કિટ જોવા મળી રહી હતી. આના કારણે રોકાણકારો અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓથી દૂર રહ્યા હતા. તાજેતરના ઘટાડા પછી અદાણીના ઘણા શેર તેમના એક વર્ષના ઉચ્ચતમ સ્તર કરતાં સસ્તા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે આજે અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં આજે 10 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આ સિવાય અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સમાં પણ 10-10 ટકા અપર સર્કિટ લગાવવામાં આવી છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી અને બજાજ ફિનસર્વ જેવી કંપનીઓના શેરની ભારે ખરીદી થઈ હતી અને સતત રોકાણને કારણે આ શેરો ટોપ ગેનર બન્યા હતા.
આજે શેર બજાર લાલ નિશાનમાં ખૂલ્યું
ભારતીય શેરબજાર આજે લાલ નિશાનમાં ખુલ્યું હતું. આજે ભારતીય શેરબજારમાં શરુઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો જો કે તે પહેલા ઘટાડા કરતા ઓછો હતો. અને શેરબજાર નુકસાનમાં ખુલવા છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રારંભિક કારોબારમાં વધારો જોવા મળ્યો હતો. રોકાણકારોએ શરૂઆતમાં પ્રોફિટ-બુકિંગને કારણે નુકસાનમાં ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ ટૂંક સમયમાં તેમના સેન્ટિમેન્ટમાં ફેરફાર કરીને ખરીદી શરૂ કરી હતી.
આ પણ વાંચો : નીતીશ કુમારે ગઠબંધનને લઈને આપ્યું નિવેદન, “મરવું મંજૂર છે પણ ભાજપ સાથે જોડાવું નહી”