ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ગળ્યુ ખાધા બાદ ભુલથી પણ ન કરવું જોઇએ આ કામ, નહીં તો થશો વઘુ હેરાન

Text To Speech

આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો મીઠાઇ ખાવી ગમે જ છે. મીઠાઇ ખાધા બાદ આપણને પાણી પીવાની ટેવ હોય છે. જોકે હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે આપણે મીઠાઇ કે કોઇ પણ પ્રકારની ગળી વસ્તુઓ ખાધા બાદ પાણી ન પીવું જોઇએ. એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે ગળી વસ્તુ ખાધા બાદ પાણી પીવાથી કેવું નુકશાન થાય છે.

શું બહાર આવ્યુ સંશોધનમાં?

દક્ષિણ અમેરિકાના સુરીનામના વૈજ્ઞાનિકોએ જામ ડોનેટ્સને પાણી સાથે અને પાણી વગર ખાનારા લોકોના બ્લડ શુગર લેવલનું વિશ્લેષણ કર્યુ હતુ. જે લોકોએ પાણી સાથે મીઠાઇ ખાધી તેમનું બ્લડ શુગર લેવલ વધુ હતુ. એક સંશોધન મુજબ તમે જેટલુ વધુ પાણી પીવો છો એટલુ તમે શુગર અને સેચ્યુરેટેડ ફેટથી ભરપુર ખાદ્ય પદાર્થ ઓછા ખાવ છો. જોકે હવે એક નવા સંશોધન મુજબ તમે ડેઝર્ટ ખાધા બાદ પાણી પીવો છો તો બ્લડ શુગર લેવલ ખુબ જ વધી જાય છે.

ગળ્યુ ખાધા બાદ ભુલથી પણ ન કરવું જોઇએ આ કામ, નહીં તો થશો વઘુ હેરાન hum dekhenge news

એન્ટોન ડી કોમ યુનિવર્સીટીના સંશોધનમાં માત્ર ડોનટ્સ ખાવાનું સામેલ હતુ, પરંતુ તેમણે સુચન કર્યુ કે આ સિદ્ધાંત અન્ય ખાદ્ય પદાર્થ પર પણ લાગુ થાય છે. અભ્યાસ માટે 35 લોકોના લોહીમાં બ્લડ શુગરનો ટેસ્ટ કરાયો હતો. જેમણે જામ ડોનેટ ખાધુ હતુ અને ખાધા પહેલા અને બાદમાં પાણી પીધુ અથવા બિલકુલ ન પીધુ. એ નોટ કરાયુ કે ડોનટ્સની સાથે સાથે પાણી પીનારા લોકોના લોહીમાં ગ્લુકોઝના સ્તરમાં અન્યની તુલનામાં બેગણુ સ્પાઇક હતુ.

ગળ્યુ ખાધા બાદ ભુલથી પણ ન કરવું જોઇએ આ કામ, નહીં તો થશો વઘુ હેરાન hum dekhenge news

મીઠાઇ ખાધા પછી કેમ તરસ લાગે છે?

આ ગ્લુકોઝના કારણે થાય છે. મીઠાઇમાં સામેલ ગ્લુકોઝ પેટ દ્વારા ખાલી થવામાં લાગતા સમયને ધીમો કરે છે. જેના લીધે તરલ પદાર્થ આંતરડા સુધી પહોંચતા નથી, જ્યાં તેને અવશોષિત કરી શકાય છે અને પછી તમને તરસ લાગે છે. જ્યાં સુધી બધા ગ્લુકોઝનું સેવન શરીર દ્વારા નહીં થઇ જાય ત્યાં સુધી તમે ગમે તેટલુ પાણી પીવા છતાં ખુદને તરસ્યા અનુભવો છો. તેથી જ કેટલાક લોકો માને છે કે જમ્યા બાદ ડ્રિંક લેવુ સારુ ગણાતુ નથી.

આ પણ વાંચોઃ સ્વરા ભાસ્કરે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ટ્વિટ કર્યું, લખ્યું- ગાંધી હમ શર્મિંદા હૈ…

Back to top button