નેશનલ

નીતીશ કુમારે ગઠબંધનને લઈને આપ્યું નિવેદન, “મરવું મંજૂર છે પણ ભાજપ સાથે જોડાવું નહી”

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનામાં મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે મને મરવું મંજૂર છે પણ ભાજપ સાથે જોડાવું નહી. તેમના આ નિવેદનથી અનેક પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે. આ સાથે નીતીશ કુમારે ભાજપને લઈને આકરા પ્રહાર પણ કર્યા હતા.

ભાજપ સાથે ગઠબંધનને લઈને આપ્યુંં નિવેદન

મુખ્યમંત્રી નીતીશ કુમારને લઈને છેલ્લા ઘણ સમયથી અટકળો ચાલી રહી હતી. જેમાં નીતીશ કુમાર ભાજપ સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે નીતીશ કુમારે એક મોટુ નિવેદન આપ્યું છે. જેથી એ સ્પષ્ટ થઈ ગયું છે. તેઓ હવે ભાજપ સાથે નહી જોડાય. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે મોટી જાહેરાત કરતા કરી દીધું કે ‘હવે તો મરી જઈશ પણ ભાજપ સાથે ગઠબંધન નહીં કરું’ જેથી નીતીશ કુમાર ફરી ગુલાંટ મારશે અને ભાજપ સાથે ગઠબંધન કરશે તેવી એટકળો પર પૂર્ણવિરામ ગયું છે.

ભાજપ પર કર્યા પ્રહાર

સીએમએ કહ્યું કે ભાજપને લઘુમતીના વોટ પણ મળ્યા, હવે ભાજપ ભૂલી ગઈ છે કે તે વોટ કેવી રીતે મળ્યા. આ વખતે અમને હરાવીને અમારા વોટ લઈને જીતી ગયા અને હવે તેઓ બોલી રહ્યા છે. અમે અટલ-અડવાણીના પક્ષમાં હતા, હવે આ લોકો આવી ગયા છે બધું બદલી રહ્યા છે. નામો બદલાઈ રહ્યા છે. આ વખતે ચૂંટણી થવા તો દો. બધાને ખબર પડી જશે કે કોની કેટલી સીટો આવે છે.

નીતીશ કુમાર-humdekhengenews

ગાંઘીજીની પુણ્યતિથિ નિમિત્તે કહી આ વાત

ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે નીતીશ કુમારે કહ્યું કે, બાપુ બધાને બચાવતા હતા, બધાને સાથે લઈ જતા હતા, તેથી જ તેમની હત્યા કરવામાં આવી હતી. આ લોકો આપણને ગમે તેટલું ભૂલવાડવા માંગે, ગમે તેટલો ઝઘડો કરવા માંગે પણ આપણે તે ભૂલવાનું નથી. આપણને મરવું મંજૂર છે, પણ તેમની સાથે જવું મંજૂર નથી. નીતીશ કુમારે કહ્યું કે આ બધી બોગસ વાતો છે, બધા શા માટે આ બધું બોલી રહ્યા છે.

ભાજપ પ્રભારીએ કરી હતી સ્પષ્ટતા

બિહાર બીજેપી પ્રદેશ કાર્ય સમિતિમાં રવિવારે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી.જેમાં નેતૃત્વ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે JDU સાથે કોઈ સમજૂતી નહીં થાય. આ માહિતી આપતા પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું કે ‘2020ની ચૂંટણીમાં સાથી પક્ષ JDU પાસે ઓછી બેઠકો હોવા છતાં અમે નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા. વડાપ્રધાને નીતિશ કુમારનું સન્માન કર્યું. પરંતુ નીતિશ કુમારે પક્ષ બદલીને પીએમ મોદીનું અપમાન કર્યું છે. નીતીશ કુમારે ભાજપના પ્રહારનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે “અમે તો અટલજીને માનવાવાળા લોકો છીએ. અમે ભાજપનો સાથ છોડી દીધો હતો પણ તેઓ જ જબરદસ્તી અમારી પાછળ આવ્યા. 2020 માં તો હું મુખ્યમંત્રી બનવા પણ નહોતો માગતો. આ વાત તો બધા જ જાણે જ છે. અમે લોકોએ તેમને ઘણું માન આપ્યું”.

JDU ભાજપ સાથે ગઠબંધન કરે તેવી અટકળોનો અંત

તમને જણાવી દઈએ કે બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એવી ચર્ચા હતી કે આગામી દિવસોમાં JDU ફરી એકવાર ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે. પરંતુ રાજ્ય કાર્યસમિતિની બેઠકમાં થયેલી જાહેરાતની સાથે જ આ ચર્ચાઓનો એક રીતે અંત આવ્યો હતો.

 આ પણ વાંચો : ચોતરફ પઠાણનો જલવો : રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં પઠાણનું ખાસ સ્ક્રીનિંગ રખાયું

Back to top button