યુવાનો ત્રસ્ત અને ભાજપ ભરતી મેળામાં મસ્ત, કોંગ્રેસના નેતાએ કેસરિયો ધારણ કર્યો
જુનિયર ક્લાર્કના પેપર ફૂટવાના હજુ 24 કલાક થવા આવ્યા છતાં નેતાઓના પેટનું પાણી હલતું નથી ત્યા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાઇ ગયા છે. યુવાઓના ભવિષ્ય સાથે મોટાપાયે ચેડા થઈ રહ્યા છે ત્યા નેતાઓ ફક્ત પોતાના રાજકીય રોટલા શેકવામાં મસ્ત બન્યા છે.
આ પણ વાંચો : પેપરલીક, પોલીસ સ્ટ્રીક : સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઇ
આણંદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર આજે કમલમ ખાતે ભાજપમાં જોડાઇ ગયા છે. ગઇકાલના પેપરલીક મામલે હજુ સુધી સત્તા પક્ષ દ્વારા વિદ્યાર્થીઓ માટે કોઈ સ્ટેટમેંન્ટ આપવામાં આવ્યું નથી પણ કોંગી ધારાસભ્ય ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તે માટે બધાને નિમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. 156 સીટનું અભિમાન અને તૂટું-તૂટું વિપક્ષના સહારે ગુજરાતના લાખો ઉમેદવારોનો અવાજ હવે ક્યાંક ખૂણામાં દબાઈ જશે તેવું હાલની પરિસ્થિતિએ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતના 9.50 લાખ યુવાઓનું ભવિષ્ય ઉજાડનાર કોણ છે, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે કાંતિભાઈ હવે પોતાની સહકારી ક્ષેત્રની કારકિર્દી બચાવવા ક્યાંક આ પગલું ભર્યું છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અગાઉ પણ કોંગ્રેસના ઘણા નાના-મોટા નેતાઓએ કેસરીયો ધારણ કરી લીધો છે તે નામોમાં હવે કાંતિ સોઢા પરમારનું નામ ઉમેરાશે અને હવે ભાજપમાં જોડાઈને કોંગ્રેસને કોસવાનું કામ કરશે અન્ય કોંગ્રેસી(હાલ જે ભાજપમાં)ની જેમ.
પોતાની હારનું ઠીકરું મીડિયા પર ફોડવા વળી કોંગ્રેસે પહેલા પોતાના સંગઠન અને નેતાઓને સાચવવાની જરૂર છે.