ચોતરફ પઠાણનો જલવો : રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં પઠાણનું ખાસ સ્ક્રીનિંગ રખાયું
શાહરૂખ ખાનની ‘પઠાણ’ બધે જ ધૂમ મચાવી રહી છે. ફલ્મે રિલીઝના થોડા જ દિવસોમાં અઢળક કમાણી કરી લીધી છે. છેલ્લા ચાર દિવસમાં જ પઠાણે આખી દુનિયામાં 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પઠાણનો જલવો ફક્ત ભારતમાં જ નહી વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. અને દિવસેને દિવસે પઠાણનો ક્રેજ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં ‘પઠાણ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ ભવનમાં પઠાણનું સ્ક્રીનિંગ
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામના પ્રેસ સેક્રેટરી રહી ચૂકેલા એસએમ ખાને ટ્વિટર પર ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન લીધેલ એક તસવીરને શેર કરી હતી. અને લખ્યું કે, “રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરમાં પઠાણનું વિશેષ સ્ક્રીનિંગ. આ સાથે જ તેણે શાહરૂખ ખાનને ટેગ પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બહુ ઓછી એવી ફિલ્મો આવી છે જેની સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં રાખવામાં આવી હોય છે. ત્યારે પઠાણની સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં રાખવામાં આવી હોય તે પઠાણની સફળતા દર્શાવે છે.
At special screening of #Pathan at Rashtrapati Bhavan cultural centre. @iamsrk @pooja_dadlani pic.twitter.com/976WYSDovw
— SM Khan (@SmkhanDg) January 28, 2023
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો
ચાર વર્ષ પછી શાહરુખ ખાનની વાપસીથી ચાહકોમાં આ ફિલ્મને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ- વિદેશમાં ‘પઠાણ’ને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં પણ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. અને લોકો તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બોક્સ ઓફિસ પર ‘પઠાણ’ ની ધૂમ
‘પઠાણ’ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત આ ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અને જ્હૉન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. સાથે જ સલમાન ખાને કેમિયો કર્યો છે. ઓપનિંગ ડે પર જ 57 કરોડના કલેક્શન સાથે ‘પઠાણ’ હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે. સાથે જ શરૂઆતના આંકડા મુજબ ફિલ્મે ચાર દિવસમાં 221.75 કરોડનું કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો : બોગસ આધારકાર્ડને રોકવા કેન્દ્રએ જારી કરી નવી પોલિસી, હવે આ પુરાવા નહી હોય તો આધારકાર્ડ થશે રદ