બજેટ-2023બિઝનેસ

Budget-2023 : શું તમે દેશના બજેટની આ વાતો જાણો છો ? તમારું પણ નોલેજ વધારો

ગણતરીના દિવસોમાં જ એટલે કે 1 ફેબ્રુઅરી 2023એ કેન્દ્રીય બજેટ જાહેર થવાનું છે ત્યારે આ બજેટ વિશેની માહિતી હોવી પણ એટલી જ જરૂરી છે. આજે બધા જ લોકોની નજર આવનાર કેન્દ્રીય બજેટ પર છે. કેન્દ્રીય બજેટ તો એના સમયે જાહેર થઇ જશે. પરંતુ આજે અમે તમને બજેટ વિશેની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

આઝાદ ભારતનું પ્રથમ બજેટ ક્યારે થયું?

સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ નાણામંત્રી આર.કે. સન્મુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ભારતીય પ્રજાસત્તાકનું પ્રથમ બજેટ 28 ફેબ્રુઆરી, 1950 ના રોજ જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

બજેટ 2023 - Humdekhengenews

ભારતમાં બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા

ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી તરીકે ઈન્દિરા ગાંધીએ 1970માં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. તે સમયે તેઓ દેશના વડાપ્રધાન હતા. તેઓ નાણા મંત્રાલયનો હવાલો પણ સંભાળતા હતા.

આ પણ વાંચો : Budget-2023 : બજેટ રજુ કરવા પહેલાં કેમ હલવો વહેંચવામાં આવે છે ?

ભારતમાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર

દેશના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યું છે. બીજા નંબર પર પી. ચિદમ્બરમ છે, જેમણે 8 વખત બજેટ રજૂ કર્યું છે. પ્રણવ મુખર્જી, યશવંત સિન્હા, વાઈબી ચોહાણ અને સીડી દેશમુખે 7-7 વખત સંસંદમાં બજેટ રજૂ કર્યું છે.

બજેટ 2023 - Humdekhengenews

ક્યારથી 1 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવામાં છે?

વર્ષ 2017 પહેલા બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા કામકાજના દિવસે રજૂ કરવામાં આવતું હતું. વર્ષ 2017 થી તે 1લી ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના પ્રથમ કાર્યકારી દિવસથી શરૂ કરવામાં આવે છે.

રેલવે બજેટ સમાપ્ત

2017માં રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાવી લેવામાં આવ્યું. આ પહેલા 92 વર્ષો સુધી બંન્ને બજેટ અલગ અલગ રજૂ કરવામાં આવતા હતાં.2017ના બજેટથી જ કેન્દ્રની મોદી સરકારે રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાયોજિત કરીને વધુ એક પ્રયોગ કર્યો હતો. બંનેને સાથે રજૂ કરવાની પરંપરા 2017માં શરૂ થઈ હતી.

બજેટ 2023 - Humdekhengenews

યુનિયન બજેટ શું છે?

ભારતીય બંધારણની કલમ 112 મુજબ, ભારતનું કેન્દ્રીય (યુનિયન) બજેટ એ સરકારની મૂડી, આવક અને ખર્ચ પરનું વ્યાપક વાર્ષિક નાણાકીય નિવેદન છે. “બજેટ” શબ્દ જૂના ફ્રેન્ચ શબ્દ “બૂગેટ” પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ બેગ થાય છે. તે કેન્દ્ર સરકાર માટે આવક અને ખર્ચના અંદાજ પર આધારિત વર્તમાન અને ભવિષ્ય માટે વિગતવાર નાણાકીય યોજના છે.

સરકાર વાર્ષિક બજેટ બનાવવાની કવાયત ક્યારે શરૂ કરી હતી?

નાણા મંત્રાલયે તેની વાર્ષિક બજેટ બનાવવાની કવાયત 10 ઓક્ટોબર, 2022 ના રોજ શરૂ કરી હતી.

Back to top button