ગણતરીના દિવસોમાં જ એટલે કે 1 ફેબ્રુઅરી 2023એ કેન્દ્રીય બજેટ જાહેર થવાનું છે ત્યારે આ બજેટ વિશેની માહિતી હોવી પણ એટલી જ જરૂરી છે. આજે બધા જ લોકોની નજર આવનાર કેન્દ્રીય બજેટ પર છે. કેન્દ્રીય બજેટ તો એના સમયે જાહેર થઇ જશે. પરંતુ આજે અમે તમને બજેટ વિશેની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.
બજેટ શબ્દનો ઉદ્ભવ
વાસ્તવમાં બજ (Budge) શબ્દ બેગ(Bag)માટે વપરાય છે. તે ફ્રેન્ચ શબ્દ Bouget પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ચામડાનો કેસ. તે સમયે વિપક્ષી સાંસદ વિલિયમ પોલ્ટની પણ ધ બજેટ ઓપન(The Budget Open) નામના પેમ્ફલેટ દ્વારા નવા ટેક્સ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. વોલપોલે આખરે તેની ઓફર પાછી ખેંચી લીધી. જો કે વિરોધને કારણે ટેક્સની દરખાસ્ત રદ કરવામાં આવી હતી, ત્યારથી બજેટ શબ્દનો ઉપયોગ નિયમિતપણે કરવામાં આવે છે. જો કે, 1750 સુધીમાં બ્રિટિશ સંસદમાં વાર્ષિક બજેટ રાખવાની નિયમિત પ્રથા બની ગઈ હતી. ભારતમાં પણ અંગ્રેજ સાશનની વિદાય બાદ પણ બજેટ પ્રથા યથાવત રહી છે. આજના બજેટનો જન્મ શેરબજારની મોટી કટોકટીમાંથી થયો હતો. આ સંકટને સાઉથ સી બબલ પણ કહેવામાં આવે છે. વિશ્વમાં બજેટની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઇ હતી.
વર્ષ 1720 માં અંગ્રેજી શેરબજારમાં તેજી હતી. તે સમયે સાઉથ સી કંપની મજબૂત રિટર્ન ગેરંટી, કિંગ જ્યોર્જની ભાગીદારી અને કિંમતની યુક્તિઓને કારણે તેના શેરો ખૂબ જ તેજીમાં હતા. સાઉથ સી સ્ટોકની પ્રાઈસ જે જાન્યુઆરી 1720માં 124 પાઉન્ડ હતી તે ઓગસ્ટ સુધીમાં વધીને 1000 પાઉન્ડ થઈ ગઈ હતી. જો કે તેજીનો આ સમયગાળો લાંબો ચાલ્યો નહીં અને થોડા દિવસોમાં સાઉથ સી કંપનીનો સ્ટોક ઘટીને 124 પાઉન્ડ થઈ ગયો હતો. સ્ટોક આટલી ખરાબ રીતે નીચે આવતા ઘણા લોકો બરબાદ થયા હતા. ઘણી બેંકો નાદાર થઈ ગઈ હતી. આ બાબત ઈંગ્લેન્ડ માટે રાષ્ટ્રીય કટોકટી બની ગઈ હતી. તેણે સાઉથ સી સ્ટોકમાં 22,000 પાઉન્ડનું રોકાણ કર્યું હોવાથી સર આઇઝેક ન્યૂટને પણ ભારે નુકસાન થયું હતું. જ્યારે સ્ટોક ઘટ્યો ત્યારે તેમણે 20,000 પાઉન્ડ ગુમાવ્યા હતા. આજે તે રકમ 35 લાખ પાઉન્ડથી વધુ થાય છે.
આ પણ વાંચો : Budget-2023 : બજેટ રજુ કરવા પહેલાં કેમ હલવો વહેંચવામાં આવે છે ?
બજેટની લાલબેગ સાથે જોડાયલ બાબતો
બજેટની સમગ્ર પ્રક્રિયા બ્રિટિશર્સે ભારતીયોના હવાલે કરી હતી. તેમાં બજેટ બ્રીફકેસ સાથે રાખવાની પરંપરાનો પણ સમાવેશ થાય છે. અહીં વધારે રસપ્રદ વાત એ છે કે બ્રિટનમાં બજેટ બ્રીફકેસ નાણાપ્રધાનો તેમના અનુગામીઓને હવાલે કરતા હોય છે. ભારતમાં એવું નથી. ભારતમાં નાણાપ્રધાનો અલગ-અલગ પ્રકારની બ્રીફકેસો લઈ જતા જોવા મળે છે. બજેટ બ્રીફ-કેસ આજે જેવી દેખાય છે તેવી ભૂતકાળમાં ન હતી. આઝાદ ભારતના પહેલાં નાણાપ્રધાન આર. કે. શન્મુખમ ચેટ્ટીએ 1947માં દેશનું પહેલું બજેટ રજૂ કર્યું, ત્યારે તેઓ ચામડાની પૉર્ટફોલિયો બેગ લઈને ગયા હતા. ભારતીય નાણાપ્રધાનોએ ક્લાસિક હાર્ડટોપ અટેશે-કેસ વાપરવાનું 70ના દાયકા બાદ શરૂ કર્યું હતું. યશવંત સિંહાની બજેટ બ્રીફકેસ બકલ અને સ્ટ્રેપવાળી હતી. મનમોહન સિંહ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન વાપરતા તેવી બ્લેક બ્રીફ-કેસનો જ ઉપયોગ કરતા હતા. પ્રણવ મુખરજીની વેલ્વેટ રેડ બ્રીફ-કેસ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
બ્રિટનના નાણાપ્રધાનો પણ એવી જ બ્રીફકેસ વાપરતા હતા. બ્રિટિશર્સ પાસેથી આપણા નાણાપ્રધાનોએ અપનાવેલી બ્રીફ-કેસની પરંપરા ગુપ્તતાના પ્રતીક જેવી લાગે છે. દેશના અર્થતંત્રનું ભાવિ નક્કી કરતા ગુપ્ત નાણાકીય દસ્તાવેજો એ બ્રીફકેસમાં રાખવામાં આવે છે. હકીકતમાં બ્રીફકેસની પરંપરાનું કારણ અલગ જ હતું. વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન લગભગ પાંચ કલાક સુધી ભાષણ કરતા હતા. ભાષણો લખેલાં કાગળો રાખવાં માટે તેઓ બ્રીફકેસનો ઉપયોગ કરતા હતા. જૂના સમયમાં બજેટની બ્રિફકેસ લાલ રંગની જ રહેતી હતી. 2019માં નિર્મલા સીતારમણે તે પરંપરા તોડી હતી અને બજેટના દસ્તાવેજો સ્વદેશી કપડાની, રાષ્ટ્રીય ચિહ્નથી સુશોભિત વહીખાતા બેગ્ઝમાં લાવવાનું શરૂ કર્યું હતું.