દેશના સામાન્ય બજેટમાં માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તેને લઈને તૈયારીઓ લગભગ પૂરી થઇ ગઈ છે. આ વર્ષનું બજેટ એ કોરોના મહામારીથી મુક્ત બજેટ હશે. જોકે વર્ષ 2023-24નું બજેટ પણ ડીજીટલ એટલે કે પેપરલેસ જ હશે. પરંતુ કોરોના મહામારીને લીધે બે વર્ષથી જે રીતરિવાજ અને પરંપરા અટકી ગઈ હતી તેને ફરી શરુ કરવામાં આવી છે. એમાંનો જ એક છે હલવો વહેચવાનો રીતરિવાજ એટલે કે હલવા સેરેમની.
આ પણ વાંચો : 22 વર્ષ પછી ફરી કચ્છમાં એક કલાકમાં બે ભૂકંપના આંચકા,લોકો થયા ભયભીત
નાણા મંત્રીએ પોતાના હાથેથી વહેચ્યો હલવો
કોરોનાકાળમાં સ્થગિત કરવામાં આવેલી બજેટ રજુ કરતા પહેલાની હલવા સેરેમની એકવાર ફરી શરુ કરવામાં આવી છે. ગુરુવારે 26 જાન્યુવારી 2023એ નાણા મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. બજેટ દસ્તાવેજને અંતિમ રૂપ આપતા પહેલા મંત્રાલયમાં હલવા વહેચવાની પરંપરા રહી છે અને નાણા મંત્રી ખુદ પોતાના હાથોથી આ કામ કરે છે. બે વર્ષ પછી નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેજેટ કાર્યમાં જોડાયેલા અધિકારીઓની હાજરીમાં હલવો વહેચીને Budget Documentને આખરી ઓપ આપ્યો.
Union Finance Minister Smt. @nsitharaman also distributed halwa to members of Budget Press along with other staff of the @FinMinIndia present on the occasion. (5/5) pic.twitter.com/t8vKcH17IO
— Ministry of Finance (@FinMinIndia) January 26, 2023
નાણા મંત્રી સાથે હાજર રહ્યા આ લોકો
હલવા સેરેમની દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણા મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ સહિત નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. આ હલવા સેરેમનીની પ્રથા પછી બજેટ રજુ થવાના દિવસ સુધી આ પ્રક્રિયા શરુ કરવામાં આવે છે એટલે કે બજેટ પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ મંત્રાલયમાં જ રહે છે. તેમને બહાર નીકળવાની પણ પરમીશન આપવામાં આવતી નથી. નાણા મંત્રાલયના ટ્વીટર એકાઉંટ પર હલવા સેરેમનીના ફોટા પણ શેર કરવામાં આવ્યા છે.
The final stage of the Budget preparation process for Union Budget 2023-24 commenced with the Halwa ceremony in the presence of Union Finance & Corporate Affairs Minister Smt. @nsitharaman, here today.
Read more ➡️ https://t.co/jFz9sLN5Iv
(1/5) pic.twitter.com/3Rd3n8bCET
— Ministry of Finance (@FinMinIndia) January 26, 2023
સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટાઓ
નાણા મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલ ફોટાઓમાં નાણા મંત્રી અને નાણા રાજ્યકક્ષાના મંત્રી લાલ રંગથી ઢંકાયેલ કડાઈને ખોલે છે અને પછી નિર્મલા સીતારમણ પોતાના હાથોથી ત્યાં હાજર વરિષ્ઠ અધિકારીઓને હલવો વહેચે છે, બે વર્ષ પછી ફરી શરુ થયેલ આ રીતરિવાજની ખુશી માત્ર નાણા મંત્રીને જ નહી પરતું ત્યાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર દેખાઈ રહી છે.
Along with the Union FM, the Halwa ceremony was attended by the MoS Finance Shri @mppchaudhary and Dr @DrBhagwatKarad , along with Secretaries of @FinMinIndia, Chairmen of CBDT & CBIC, besides senior officials and members of the Union Budget Press inside North Block. (2/5) pic.twitter.com/ItcYvwAvmI
— Ministry of Finance (@FinMinIndia) January 26, 2023
હલવા સેરેમનીનું મહત્વ
હલવા સેરેમની પાછળની માન્યતા હકીકતમાં એવી છે કે દરેક શુભ કાર્ય શરુ કરતા પહેલા કઈક મીઠું ખાવું જોઈએ. એટલા માટે બજેટ જેવી મહત્વની ઇવેન્ટ પહેલા આ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત વર્તમાન નાણા મંત્રી પોતે બજેટ સાથે જોડાયેલા કર્મચારીઓ અને નાણા અધિકારીઓને હલવો વહેંચે છે. એટલું જ નહી હલવા બનાવવાની પ્રક્રિયામાં રીતરીવાજના ભાગરૂપે નાણા મંત્રી કડાઈમાં હલવાને ખર્પીથી હલાવે છે
આ પણ વાંચો : બલિદાન દિવસ : ગાંધીજીની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું અને કોણ તેમાં સામેલ હતા ?
આ વર્ષમાં પણ ડિજિટલ બજેટ થશે
હલવા સેરેમનીના ફોટાઓ શેર કરતા નાણા મંત્રી તરફથી એલાન પણ કરવામાં આવ્યું છે કે આ વખતનું બજેટ પણ પેપરલેસ હશે એટલે કે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ પણ ડીજીટલી રજુ કરવામા આવશે. નોંધનીય છે કે દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ શરુ થયા બાદ નાણાકીય વર્ષ 2021-22માં પણ દેશનું સામાન્ય બજેટ ડિજિટલ રૂપે રજુ કરવામાં આવ્યું હતું.