ગુજરાતટોપ ન્યૂઝ

આજે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ સ્થળોએ હિલ સ્ટેશન જેવો નજારો, ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન

Text To Speech

એક તરફ રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો થયો છે તો બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે હિલ સ્ટેશન જેવી સ્થિતિ બની ગઈ છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં પણ જો વાત કરવામાં આવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને NH 48 પર ભારે ધુમ્મસના કારણે વાહન ચાલકોને સાવધાની પૂર્વક વાહન ચાલવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ધુમ્મસને કારણે 50 મીટર દૂરનું પણ જોવું મુશ્કેલ બની ગયુ હતુ. શહેરનાં અનેક વિસ્તારોમાં માવઠાનો કહેર પણ છવાયો છે. આ વાતાવરણ પલટાથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે.

આ તરફ અમદાવાદમાં બે દિવસના માવઠા બાદ વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેમાં પણ એસજી હાઇવેથી ગાંધીનગર સુધીના રસ્તા પર વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જ્યારે શહેરની અંદરાના પણ વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. વહેલી સવારથી રસ્તા પર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. વાહનચાલકોને પાર્કિંગ લાઈટના સહારે વાહન ચલાવવાની ફરજ પડી રહી છે, ગઈકાલથી સર્જાયેલા વાતાવરણના પલટા બાદ મોડી રાતથી ગાઢ ધુમ્મસના પગલે અમદાવાદ શહેરનું વાતાવરણ બદલાયું છે.

આ પણ વાંચો : ATS દ્વારા પેપર લીક મામલે મોટી કાર્યવાહી, 16 આરોપીઓના નામ કર્યા જાહેર

Ahmedabad Fog Morning Hum Dekhenge News

માવઠાની અસરના કારણે આગામી દિવસોમાં હવામાન વિભાગે ઠંડીની અસર વધાવાની પણ આગાહી કરી છે. જેમાં આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદનુ તાપમાન 14 ડિગ્રી, ગાંધીનગરનુ 13 ડિગ્રી તાપમાન, રાજકોટનુ તાપમાન 12 ડિગ્રી, વડોદરાનુ 15 ડીગ્રી તાપમાન છે. જો કે ગાઢ ધુમ્મસ બાદ વાતાવરણમાં ઠંડીની અસર ઘટશે તેવું પણ જાણકારોનું માનવું છે.

Ahmedabad Fog Morning Hum Dekhenge News 01

ગાઢ ધુમ્મસના કારણે રેલવે વ્યવહાર અને સૌથી વધુ અસર ફલાઇટ્ પર જોવા મળી છે. અમદાવાદથી સતત કેટલીક ફલાઇટ મોડી પડી રહી છે. જેમાં ઘણી ફ્લાઇટને રિશિડ્યુલ કરવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ રાજ્યમાં ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : હમ દેખેંગે ન્યૂઝનો એક જ સવાલ : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કયા સુધી થતાં રહશે, જવાબદાર સામે પગલાં ક્યારે ?

Back to top button