આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે ABVPમાં પણ હવે આકરા પાણીએ જોવા મળી રહયું છે. વિદ્યાર્થી સંગઠન ABVP એ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અને સરકારને આ મામલે અલ્ટિમેટમ આપ્યું છે અને 24 કલાકમાં પરિક્ષાની વનવી તારિખ જાહેર કરવામાં નહી આવે તો રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી છે.
ABVPના કાર્યકરો પહોંચ્યા ગાંધીનગર
પેપર લીક મામલે આજે ABVP કાર્યકરો ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીએ પહોંચ્યા હતા. ABVP કાર્યકરોએ જણાવ્યુ હતું કે “લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જેમના હાથમાં છે. તેવા પંચાયત સેવા પસંદગી મંડળના પદાધિકારીઓની વ્યક્તિગત જવાબદારી છે કે તે પરિક્ષા મામલે તકેદારી રાખે તો આ મામલે તેના પદાધિકારીઓ જવાબદાર છે તો સરકારે તેમના વિરુદ્ધ પગલા લઈ ઉદાહરણ બેસાડવું જોઈએ. હવે આ મામલે અમારી બેઠક થશે અને આગાળની રણનિતી બનાવવામાં આવશે”
વિદ્યાર્થી પાંખનું સરકારને અલ્ટિમેટમ
ABVPના કાર્યકર્તાઓનું કહેવું છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવું એ લાખો યુવાનો સાથે છેતરપિંડી છે, સમયાંતરે પેપર લીક થવું એ પ્રદેશની સ્પર્ધાત્મક પરીક્ષાના તંત્ર પર પ્રશ્નો ઉભા કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કરી આ માંગ
1. 24 કલાકમાં પરિક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે.
2. 20 દિવસ ની અંદર ફરી પરિક્ષા યોજવામાં આવે.
3. પરિક્ષા માટે પરીક્ષાર્થીઓની આવશ્યક વ્યવસ્થાઓ (યાત્રા, આવાસ, ભોજન) ની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે
4. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક પ્રકરણની તપાસ SIT કરે.
5. જવાબદારો પર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ કરાવી આરોપીઓને તાત્કાલિક ધોરણે સખ્ત સજા આપવામાં આવે.
6. સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ, શિક્ષણવિદોની ખાલી પડેલ મહત્વના પદો પર જલ્દી નિયુક્તિ થવી જોઈએ.
7. આરોપીઓની પ્રિન્ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ
આ સાથે 24 કલાક માં પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ઉપર મુજૂના નિર્ણય નહિ લેવામાં નહિ આવે તો ફરી આવેદનપત્ર આપવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેનું નિવેદન