ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સિંગર કે.કેની શું હતી છેલ્લી પોસ્ટ ? જાણો-PM મોદી સહિત કોણે આપી શ્રદ્ધાંજલિ ?

Text To Speech

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયક કે.કેનું મંગળવારે એક મ્યુઝિક કોન્સર્ટમાં નિધન થયું છે. કે.કેના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ચાહકો આઘાતમાં છે.

અંતિમ કોન્સર્ટની તસવીરો કરી હતી શેર
મંગળવારે કોલકાતામાં કે.કેનો મ્યુઝિક કોન્સર્ટ હતો. કોન્સર્ટ પહેલા અને કોન્સર્ટ દરમિયાન કે.કેએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી હતી. જેમાં તે સ્ટેજ પર પર્ફોમ કરતો જોવા મળી રહ્યો છે તો કોન્સર્ટમાં મોટી સંખ્યામાં આવેલા ચાહકોની ભીડ પણ દેખાઈ રહી છે.

કેકેના નિધન પર ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના લોકોએ શોક વ્યક્ત કર્યો છે, સાથે જ PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

PM મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રખ્યાત ગાયક કેકેના નિધન બાદ પ્રધાનમંત્રી મોદી સહિત અનેક હસ્તીઓએ તેમના આ રીતે દુનિયા છોડી જવા પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે “પ્રખ્યાત સિંગર singer Krishnakumar Kunnath જે KKના નામથી જાણીતી હતા તેમના અકાળ નિધનથી હું દુઃખી છું. અમે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. Om Shanti.”

ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, ‘કે.કે એક પ્રતિભાશાળી સિંગર હતા, તેમના અકાળ અવસાનથી ભારતીય સંગીતને મોટી ખોટ પડી છે. પોતાના અવાજથી તેમણે સંગીત પ્રેમીઓના મન પર અદભુત છાપ છોડી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ શાંતિ.’

રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કરી આપી શ્રદ્ધાંજલિ
તો રાહુલ ગાંધીએ પણ કે.કેના નિધનના સમાચાર સાંભળી દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ કરી તેમણે લખ્યું છે કે, ” કૃષ્ણકુમાર કુન્નાથ જેમને કે.કેના નામથી ઓળખવામાં આવે છે તે ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના વર્સેટાઈલ સિન્ગર્સમાંથી એક હતા. તેમણે આપણને ઘણા બધા યાદગાર ગીતો આપ્યા છે. ગઈકાલે રાત્રે તેમના અકાળ નિધનના સમાચારથી દુઃખ થયું. તેમના પરિવાર અને વિશ્વમાં રહેતા તેમના પ્રશંસકોને મારી હ્દયપૂર્વક સંવેદના.

બોલીવુડ સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું
કે.કેના નિધનના સમાચારથી આખી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં આઘાત લાગ્યો છે. બોલીવુડના તમામ સ્ટાર્સે કે.કેના નિધનના સમાચાર સાંભળી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, રણવીર સિંહ, ઈમરાન હાશ્મી સહિતના સ્ટાર્સે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. અક્ષયે પોતાના ટ્વિટ દ્વારા કેકેને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાએ ટ્વિટર પર લખ્યું, “કેકેના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખી અને આઘાત લાગ્યો. ઓમ શાંતિ”

કોલકાતામાં કોન્સર્ટ બાદ કેકેનું નિધન થયું હતું. કેકેના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે આજે મુંબઈ લાવવામાં આવશે. કેકે 53 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. કેકે હિન્દીમાં 200 થી વધુ ગીતો ગાયા છે. કેકેના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. કે.કે.ની વિદાય ફિલ્મ જગત માટે, ખાસ કરીને સંગીત જગત માટે એવી ખાલીપો છે કે જે કેકે સિવાય બીજું કોઈ ભરી શકે તેમ નથી. 53 વર્ષીય કેકેએ હિન્દીમાં 200થી વધુ ગીતો ગાયા છે. તેણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. કૃષ્ણકુમાર કુન્નાથના અવસાનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

 

Back to top button