ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં ખોડીયાર જન્મ જયંતીની ધૂમધામથી ઉજવણી, ભાવિકો માટે 7000 કિલોની બનાવાઈ લાપસી

Text To Speech
  • દર્શન માટે કતાર, 50 હજાર ભાવિકો કરશે માતાજીના દર્શન

પાલનપુર : ડીસા બગીચા પાસે આવેલા શ્રી ખોડીયાર માતાજીની જન્મ જયંતીને લઈને આયોજકો દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરે સવારથી જ ભાવીકોની લાંબી કતાર લાગી હતી, અને દર્શન માટે ભાવિકો ઘેલા બન્યા હતા. દિવસ દરમિયાન 50 હજારથી વધુ ભાવિકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભાવિકો માટે 7000 કિલોની પ્રસાદ માટેની લાપસી બનાવવામાં આવી હોવાનો આયોજકો દ્વારા જણાવાયું છે.

ડીસા શહેરના બગીચા વિસ્તારમાં આવેલ આઈ શ્રી ખોડીયાર માતાના મંદિરે મહાસુદ આઠમ ને તારીખ 29 જાન્યુ.’23 ને રવિવારના દિવસે જન્મ જયંતી નિમિત્તે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાપ્રસાદ લાપસીનો ભાવિક ભક્તો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 721 કિલો ઘઉં 700 કિલો ગોળ 30 કિલો બદામ 30 કીલો દ્રાક્ષ, દોઢ કિલો ઈલાયચી વગેરે મેળવીને લગભગ 7000 કિલો મહાપ્રસાદની લાપસી નું આયોજન કરવામાં આવ્યું છે.

જે આઈ શ્રી ખોડીયાર માતાજીની જન્મ જયંતિ પ્રસંગે પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ડીસા તેમજ આજુબાજુની ધર્મપ્રેમી જનતા પ્રસાદ તેમજ દર્શનનો લાભ લઈ લેવા દરેક જ્ઞાતિના લોકો મળીને 60,000 થી 70,000 જેટલા ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લે છે તેમ મંદિરનાં આયોજકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા પાલનપુરમાં વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

Back to top button