એજ્યુકેશનગુજરાત

ગાંધીનગરમાં આજથી બે દિવસીય નેશનલ એજ્યુકેનશન કોન્ફરન્સ મળશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી સહિત 10થી વધુ રાજ્યોના શિક્ષણ મંત્રી હાજર રહેશે

Text To Speech

આજથી ગાંધીનગરમાં બે દિવસીય નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં આયોજિત આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો અને શિક્ષણ સંસ્થાના વડાઓ ભાગ લેશે.

ગાંધીનગરમાં યોજાનાર નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સમાં તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓને આમંત્રણ આપાયું છે. ત્યારે 10 થી વધુ રાજ્યના શિક્ષણ મંત્રીઓ આજે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે. દિલ્હી શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા જ્યારે અમદાવાદ એરપોર્ટ  ખાતે આવ્યા ત્યારે એરપોર્ટ પર જણાવ્યું હતું કે- આ કોન્ફરન્સમાં શિક્ષણ પોલીસીને લઈ ચર્ચા કરવામાં આવશે. કોરોનામાં નુકસાન થયું છે કઈ રીતે ભરપાય કરવા અંગે ચર્ચા કરાશે. નવું શિક્ષણ મોડલ તૈયાર કરવામાં આવશે. જેનાથી વર્તમાન નહિ પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થાય.

ધર્મેન્દ્ર પ્રધાન સહિત તમામ આમંત્રિતો ગાંધીનગર ખાતેના વિદ્યા સમિક્ષા કેન્દ્ર, બાયસેગ, PDEU અને NFSUની મુલાકાત પણ લેશે. તમામ રાજ્યોમાં ગુજરાત જેવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભા કરવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે, જ્યાં શિક્ષણ વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવે છે. PM  મોદીએ પણ હાલમાં જ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.

Back to top button