સ્પોર્ટસ

2nd T20I : IND Vs NZ વચ્ચે આજે બીજી ટી20 મેચ, ભારત માટે કરો યા મરોનો મુકાબલો

Text To Speech

2nd T20I : IND Vs NZ વચ્ચે આજે લખનૌમાં 2 T20I રમાવાની છે.ત્યારે ભારત માટે આજે કરો યા મરોનો મુકાબલો છે.આ શ્રેણીમાં કુલ 3T20 રમાવાની જેમાં ત્યારે ભારતે પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડ સામે 12 રને હારી ગયું હતું.તો શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતે આ મેચ જીતવી ખુબજ જરૂરી છે.

શું હશે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11

પહેલી પ્રથમ T20 મેચમાં હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા આજે લખનૌમાં 2 T20 રમાશે.જેમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11એ મહતવની રહશે. જયારે ઓપનર ઇશાન કિશનનું સતત ખરાબ ફોર્મ અને લોઅર મિડલ ઓર્ડરમાં દીપક હુડ્ડા નું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ઓપનર તરીકે પૃથ્વી શૉ, અને શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રહેલી છે. લોઅર મિડલ ઓર્ડરમાં જીતેશ શર્માને તક મળી શકે છે. લોઅર મિડલ ઓર્ડરમાં જીતેશ શર્માએ IPL દરમ્યાન પંજાબ કિંગ્સ માટે મહતવની ઇનિંગ્સ રમી છે.

ind-vs-nz-2nd-t20-humdekhengenews

સ્પિનર રહશે નજર

પ્રથમ ટી-20 મેચમાં અર્શદીપ સિંહનું ખરાબ પ્રદર્શન પણ ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સાબિત થયું છે. તેણે પ્રથમ T20માં 4 ઓવરમાં 51 રન આપ્યા હતા.અને 2 વિકેટ પણ લીધી હતી ત્યારે ફરી અર્શદીપ સિંહને તક મળી શકે છે. વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે પણ ત્રણ વિકટ લીધી હતી.અને તેના લીધે લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને ફરીથી પ્લેઈંગ-11 માંથી બહાર બેસવું પડી શકે છે.

ભારતના સંભવિત પ્લેઈંગ-11: શુભમન ગિલ, પૃથ્વી શો/ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, શિવમ માવી, અર્શદીપ સિંહ.

ન્યુઝીલેન્ડના સંભવિત પ્લેઈંગ-11: ડેવોન કોનવે (વિકેટકીપર), ફિન એલન, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, જેકબ ડફી

આ પણ વાંચો : રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રખાઈ, ઉમેદવારોમાં આક્રોશ

Back to top button